વર્ષોથી ખાલી જગ્યા ભરાઈ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાર કાયમી વહીવટી અધીકારીઓની નિમણૂક

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે કુલપતિ ડૉ.જે.જે. વોરાની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં યુનિવર્સિટીના કાયમી ચાર વહીવટી અધિકારી તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક 80 કરાર આધારિત કર્મચારીઓના ચાર મહિના પૂર્વે થયેલ ઈન્ટરવ્યૂ દરમિયાન ભરતીની પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોના કવર ખોલવાની પ્રક્રીયા જે વિલંબમાં પડેલ હતી તે નિમણૂક પ્રક્રિયાઓ કરવા માટે કારોબારી કમિટીએ બેઠક દરમિયાન કુલપતિને સત્તા આપી હતી. જે સતાની રૂએ કુલપતિ દ્વારા સાંજે પંસદગી પામેલા ઉમેદવારોના કવર ખોલી નિમણૂક પ્રક્રીયા શરૂ કરાઇ હતી.જેમાં સાંજે ચાર કાયમી વહીવટી અધિકારીઓની નિમણૂક ઉપર કુલપતિએ મહોર મારી હતી.

યુનિવર્સિટી કુલપતિ દ્વારા બંધ કવર ખોલી કાયમી નિમણૂક પામેલા ચાર વહીવટી અધિકારી પૈકી મુખ્ય હિસાબી અધિકારી તરીકે એલ.જે પટેલ,નાયબ કુલસચિવ તરીકે કમલ મોઢ, મદદનીશ કુલસચિવ તરીકે પારૂલ ત્રિવેદી અને નાયબ ઈજનેર તરીકે વિપુલભાઈ સાડેસરાને મંગળવારના રોજ વિધિવત રીતે તેઓના નિમણૂક ઓડૅર કરવામાં આવતાં યુનિવર્સિટીમાં વર્ષોથી ખાલી પડેલ ચાર અધિકારીઓની નિમણૂક થતાં યુનિવર્સિટીની કામગીરી વેગવંતી બનશે તેવી આશા યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે મંગળવારે કાયમી ચાર વહીવટી અધીકારીઓને આપવામાં આવેલા નિમણૂક ઓડૅર સમયે કમલ મોઢ અગમ્ય કારણોસર હાજર રહી ન શક્યા હોવાનું યુનિવર્સિટીનાં સુત્રોએ જણાવ્યું હતું.યુનિવર્સિટી દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવેલા વહીવટી અધિકારીઓમાં મુખ્ય હિસાબી અધિકારી એલ.જે.પટેલ,-નાયબ કુલસચિવ (રજીસ્ટ્રાર) કમલ મોઢ,મદનનીશ કુલસચિવ (રજીસ્ટ્રાર) પારુલ ત્રિવેદી અને નાયબ ઇજનેર વિપુલભાઈ સાંડેસરા નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...