તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:સનાતન વૈદિક હિન્દુ ધર્મસંસદના પાટણ સંસદીય ક્ષેત્રના ધર્માધાયકોની નિયુક્તિ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી મહારાજ સ્થાપિત સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મ સંસદ 1008ના પાટણના ધર્માંસદ લાભશંકરભાઈ રાજગોર દ્વારા પાટણમાં 7 વિધાનસભાના પ્રતિનિધિ અર્થાત ધર્માધાયકોની નિયુક્તિની રવિવારે ઘોષણા કરી હતી.

પાટણની રામકૃષ્ણ ગૌશાળાના પ્રાંગણમાં સાધ્વી રામપ્રિયાજીના યજમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શાસ્ત્રી કિશોરભાઈ દવે, છોટા ઉદેપુરના ધર્માંસદ સ્વામી નિજાનંદ ગિરિજી, વડોદરાના ડૉ. ગાર્ગી પંડિત, ગાંધીનગરના કન્હૈયાલાલ પંડ્યા, સાબરકાંઠાના પ્રીતિબેન પંડ્યા, મહેસાણાના વિજય પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં પાટણમાં નટવરલાલ મહેતા, ખેરાલુમાં ખેગારભાઈ યોગી, વડગામમાં જીગરભાઈ વ્યાસ, સિદ્ધપુરમાં એડવોકેટ મિતેશભાઈ પંડ્યા, ચાણસ્મામાં શ્રીમહામંડલેશ્વર મહંત અવધકિશોર બાપુ, કાંકરેજમાં શ્રી પ. પૂ.મહંત ઘનશ્યામ પૂરી બાપુ ( થરા), રાધનપુરમાં વિષ્ણુદાસ સાધુની નિયુક્તિ કરી છે. ટૂંક સમયમાં રાજ્યના 26 ધર્માંસદો અને 182 ધર્માધાયકોની ગુજરાત પરમધર્મ સભાનું અધિવેશન ગુજરાત ખાતે મળશે.

આ સંગઠન માં દેશમાંથી 544 પ્રતિનિધિઓ, 281 ધર્મવિષયના તજજ્ઞ , દેશની ચાર પીઠો, ચાર ધામ , 12 જ્યોતિર્લિગ , 51 શક્તિ પીઠ, 5 વૈષ્ણવાચાર્ય, તમામ વૈદિક સંપ્રદાયો , બિનહિન્દુ સંપ્રદાયના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાની તમામ રાજનૈતિક પાર્ટીઓમાંથી પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વિદેશમાં જ્યાં હિન્દુ વસે છે તેવા દેશોમાંથી પણ એક એક પ્રતિનિધિ મળીને કુલ 1008 પ્રતિનિધિઓ છે.

અન્ય સમાચારો પણ છે...