તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સફાળું જાગ્યું:ફાયર સેફ્ટી એનસોસી માટેની અરજીઓ ગાધીનગરમાં અટવાઈ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાં 3 કોવિદ સેન્ટરોમાં ફાયર સેફ્ટીનાં સાધનો તો છે પણ સ્ટાફને તેનો ઉપયોગ કરતાં જ નથી આવડતું. - Divya Bhaskar
પાટણનાં 3 કોવિદ સેન્ટરોમાં ફાયર સેફ્ટીનાં સાધનો તો છે પણ સ્ટાફને તેનો ઉપયોગ કરતાં જ નથી આવડતું.
  • અમદાવાદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પાટણમાં તંત્ર સફાળું જાગ્યું, તપાસ હાથ ધરાઈ
  • ફાયર સેફ્ટીનાં સાધનો હોવા છતાં શહેરની સરકારી બે અને એક ખાનગી કોવિડ હોસ્પિટલ પાસે એનઓસી નહી

પાટણ શહેરમાં સુરતના અગ્નિકાંડથી જાગેલ તંત્રથી હોસ્પિટલો, કોમ્પ્લેક્ષ અને બિલ્ડીગોમાં ફાયર સેફટી મામલે નોટિસો ફટકારતા વેપારીઓ, ડોકટરો મળી કુલ 121 અરજીઓ કરી હતી. પરંતુ તેમાંથી કેટલા લોકોએ એનઓસી લીધી છે. તે બાબતે આજદિન સુધી પાલિકાએ તપાસ કરી નથી. હાલમાં અમદાવાદના હોસ્પિટલના અગ્નિકાંડ બાદ તપાસ થતા પાટણમાં ત્રણેય મોટી કોવિડ હોસ્પિટલોએ એનઓસી જ લીધી ન હોવાનું સામે આવ્યું છે. પાટણ શહેરમાં પાલિકા દ્વારા ઊંચી બિલ્ડીગો , કોમ્પ્લેક્ષ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાઓ રાખવા અને પાલિકામાંથી ફરજીયાત એનઓસી લેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારે દંડ અને સીલ મારવાના ભયને લઇ લોકોએ પાલિકામાં એનસોસી લેવા માટે દોડ્યા હતા. અને ગણતરીના 5, 6 દિવસમાં જ 121 અરજીઓ પાલિકામાં એનઓસી માટે ગત વર્ષે આવી હતી. અને પાલિકાએ તમામ અરજીઓ ગાંધીનગર ફાયર વિભાગમાં મંજૂરી માટે મોકલી આપવામાં આવી હતી. પરંતુ ત્યાંથી સો ટકા કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ ફરી અમદાવાદમાં 8 આગ લાગવાના બનાવમાં દર્દીઓ જીવતા સળગવાનો કિસ્સો બનતા ફરી હોસ્પિટલોમાં ફાયર સેફટી છે કેમ તે તપાસવા અધિકારીઓ દોડતા થયા છે. શહેરમાં પણ જો આવો કોઈ ગંભીર કિસ્સો બનશે ત્યાર બાદ તમામ સ્થળોએ તપાસ થશે કે કેમ એ સવાલો શહેરીજનોમાં ઉઠ્યા પામ્યા છે.

એનસોસી અંગે પાલિકાને જાણ કરાતી નથી
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે પાલિકામાં આવેલ એનઓસી માટેની તમામ અરજીઓ અમે ગાંધીનગર મોકલીએ છીએ ત્યાંના અધિકારીઓ અરજી આધારે તપાસ માટે આવીને મંજૂરી આપતા હોય છે.આ પ્રકિયા ત્યાંથી જ થતી હોઈ અરજીઓ પૈકી કેટલા લોકોને મંજૂરી મળી છે કે નહીં તે અમને એહવાલ મળતો નથી.

રૂબરૂમાં ફી ભરી આવ્યા બાદ કોઈ જોવા પણ આવ્યું નથી
એન.ઓ.સી માટે કાર્યવાહી કરનાર શહેરના ટ્યુશન ક્લાસીસના સંચાલકે જણાવ્યું કે આ માટેની ફી ગાંધીનગર ખાતે રૂબરૂ જઇને ભરવાની હોય છે તે ભરી આવ્યા પછી પણ હજુ કોઈ તપાસ આવી નથી કે એનઓસી પણ આપવામાં આવી નથી.

કોરોનાની એકપણ હોસ્પિટલને એનસોસી મળેલ નથી
પાટણમાં કોરોના સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ અને શહેરની સિવિલ (જનરલ) હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલ મળી ત્રણેય સ્થળો કોરોના દર્દીઓની સારવાર થાય છે. ત્યારે હાલમાં ત્રણેય હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાઓ છે પરંતુ એનસોસી નથી કાર્યવાહી કરેલી છે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

ફી ની રકમ ઓનલાઈન ભરવાનો ઓપ્શન આપવો જોઈએ
શહેરના એક તબીબે જણાવ્યું કે કેટલાક હોસ્પિટલોમાં એનઓસી આવી ગઈ છે તો કેટલીક બાકી છે હોસ્પિટલોમાં સીડી દરવાજાની ગ્રીલ સ્નો ડિટેક્ટર જેવી તમામ સુવિધાઓ કરી દેવામાં આવી છે પરંતુ એન.ઓ.સી બધાને નથી મળી તેમણે જણાવ્યું કે ફી ઓનલાઈન ભરવા માટેનું ઓપ્શન પણ આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...