રજૂઆત:પાટણ આરોગ્ય વિભાગના આઉટ સોર્સિંગ કર્મીઓની પડતર માંગણી મુદ્દે આવેદનપત્ર

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને મળતા લાભ, પગાર સહિતની માંગણીઓ સ્વિકારવા માંગ

પાટણમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ મામલે કલેકટર કચેરીમાં આવેદનપત્ર અપાયું હતું. આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિગ તરીકે ફરજ બજાવતા લાખો યુવા કર્મચારીઓની સળગતી સમસ્યાઓ અને વેદનાને વાચા આપવા મંગળવારે કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે કમૅચારીઓ યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં યોગ્ય પગાર મળતો નથી, કર્મચારીઓને નજીવા કારણોસર ફરજ પરથી છૂટાં કરી દેવામાં આવે છે.

ઘણીવાર ધાક-ધમકી આપી કર્મચારીઓને છૂટા કરવાની બીક આપી અન્ય રીતે શોષણ કરવામાં આવે છે. મેડીકલ લીવ તથા મેટરનીટી લીવ આઉટ સોર્સિંગ કર્મચારીઓને આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સંદર્ભે રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...