• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Application Form Of Saraswati Taluka Congress To Mamlatdar, Demand For Assistance Of Rs 4 Lakh Instead Of Rs 50,000 To The Family Of Relatives Who Died In Corona.

રજૂઆત:સરસ્વતી તાલુકા કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર, કોરોનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારને 50 હજારની જગ્યાએ 4 લાખની સહાય આપવા માંગ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલ્સની ચૂકવણી કરવા પણ માંગ કરાઈ
  • સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે રજૂઆત કરાઈ

સરસ્વતી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોના પરિવારોને રૂપિયા 50 હજારની જગ્યા એ રૂપિયા 4 લાખની સહાય આપવા માંગ કરી હતી. જેના પગલે તેમણે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું.

પાટણ સરસ્વતી તાલુકા કોંગ્રેસ દ્વારા કોવિડ-19માં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની જગ્યાએ 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરવા માંગ કરી હતી. ઉપરાંત કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલ્સની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે જિલ્લા પ્રભારી રાજુભાઈ પરમાર, ગજેદ્રસિંહ રહેવર અનેજિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અશ્વિનભાઈ પટેલ જિલ્લા તાલુકાના આગેવાનો સાથે રાખી સરસ્વતી તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...