તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી:યુનિવર્સિટીમાં સૌપ્રથમવાર 6 દેશના 37 છાત્રોની અભ્યાસ માટે અરજી

પાટણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરજી કરનાર છાત્રોના એડમિશન અને વ્યવસ્થાના આયોજન માટે કુલપતિની અધ્યક્ષતામાં બેઠક મળશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સૌપ્રથમવાર 6 દેશના 37 છાત્રોએ વિવિધ અભ્યાસ માટે અરજીઓ કરી છે. તેમના એડમિશન અને રહેવા માટેના આયોજન માટે કમિટીની બેઠક મળશે. વિદેશી છાત્રો આગામી નવીન શૈક્ષણિક વર્ષથી અભ્યાસ માટે યુનિવર્સિટીમાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમવાર આઈ.સી.સી.આર કાઉન્સીલ ( ઇન્ડિયન કાઉન્સીલ ઓન કલ્ચરલ રિલેશન ) દિલ્હીની યાદીમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો સમાવેશ કરતા વિદેશમાંથી ભારતમાં અભ્યાસ કરવા માંગતા 37 છાત્રોએ કેમેસ્ટ્રી, એમ.બી.એ, એમ.એસ.સી.આઈ.ટી, એમ.કોમ, બી.બી.એ,આર્કિટેક, એમ.એસ.ડબ્લ્યુ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે અરજીઓ કરી છે. આ છાત્રોને યુનિ.માં પ્રવેશ આપવા માટે અને તેમની વ્યવસ્થા અને અન્ય બાબતોની આયોજન માટે કુલપતિ દ્વારા કમિટી બનાવી છે. આગામી 8 એપ્રિલના રોજ કમિટીની બેઠક મળશે. જેમાં આવેલ અરજીઓ પૈકી યુનિ.માં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે નિર્ણય લઇ રહેવા અને અભ્યાસ માટેનું આયોજન કરાશે.

આ દેશોના છાત્રોની અરજી
અફઘાનિસ્તાન, આફ્રિકા, ઘાના , યુગાન્ડા, નાઇઝેરિયા,પ્લેસ્ટેઇન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો