પાટણ તાલુકા તેમજ જિલ્લામાં મફત ગાળાના પ્લોટ અરજી અન્વયે સુનાવણી માટે લેન્ડ કમિટીની બેઠક દર ત્રણ માસે બોલાવવાનો નિયમ હોવા છતાં પાટણ તાલુકા અને જિલ્લામાં 3 વર્ષથી લેન્ડ કમિટીની બેઠક બોલાવી ન હોય અરજદારોને રજૂઆત કરવા માટે મળતા લાભોથી વંચિત રહેવાનો વારો આવ્યો હોય સત્વરે લેન્ડ કમિટીની બેઠક તંત્ર દ્વારા બોલાવવામાં આવે તેવી તાલુકાના સદસ્યો દ્વારા ઉદ્યોગ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
પાટણ તાલુકા કક્ષાએ વખત ગાળાના પ્લોટ ફાળવણી ની અરજીઓ નામંજૂર થાય તો તે અંગે ન્યાયિક તપાસ થાય તે માટે અરજદારો લેન્ડ કમિટીમાં રજૂઆત કરતા હોય છે અને આ લેન્ડ કમિટી અરજદારની અરજીઓ ધ્યાનમાં લઇ તે બાબતે ચકાસણી કરવામાં આવતી હોય છે.
પાટણ તાલુકામાં દર મહિનાના અંતિમ શનિવારે અને જિલ્લા કક્ષાએ દર ત્રણ માસે આ કમિટી બોલાવવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો હોવા છતાં પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં તાલુકા કે જિલ્લા કક્ષાની એકપણ લેન્ડ કમિટી ન મળતા અરજદારોને રજુઆત કરવા માટે તક ન મળતા લાભોથી વંચિત રહેતા હોય લાભાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ સત્વરે જિલ્લામાં લેન્ડ કમિટીની બેઠક તંત્ર દ્વારા બોલાવવામાં આવે તેવી પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા રાજ્ય કુટીર ઉદ્યોગ સહકાર મંત્રી અને પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્માને પત્ર લખી રજુઆત કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.