તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પાટણ સાલવી વાડામાં કાટમાળમાં દટાયેલા વધુ એક કામદારનું મોત

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળવારે દીવાલ પડતાં કામ કરતા એક મજૂરનું મોત થયું હતું
  • પાટણ સિવિલ અને ત્યાંથી ધારપુર ખસેડતાં સારવાર દરમિયાન દમ તોડ્યો

પાટણ સાલવી વાડો ભઠ્ઠીનો માઢમાં બની રહેલ વિનોદભાઈ માધાભાઈ પટેલના નવીન મકાનના બાંધકામ દરમ્યાન બાજુમાં આવેલ મકાનના ધાબાની ઓરડીની દીવાલ સહિતનો કાટમાળ નીચે પાયાના ઝરી કામ કરતા ત્રણ મજૂરો પર અચાનક પડતા દટાઈ જવા પામ્યા હતા. કાટમાળ માથે પડતા 30 વર્ષના મુકેશભાઈ મકવાણા નામના મજુરને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થવા પામ્યું હતું તો અન્ય સાથી મિત્ર બીપીન બાલુભાઈ સોલંકી અને દીપાભાઈ સોલંકીને ઇજાઓ હતી.

જેમાં સુભાષચોકમાં રહેતા બીપીનભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક પાટણ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વધુ ઈજાઓ હોય સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં રિફર કરાતાં મોત થયું હતું.કાટમાળ પડતા દટાયેલ મુકેશ અને બીપીન બન્ને એક જ મોહલ્લામાં રહેતા હતા.અને ખાસ મિત્રો હતો.મુકેશનું ઘટના સ્થળે મોત થયું હતું.અને બીપીન ગંભીર હતો.ત્યારે મુકેશને સાંજે પરિવાર દ્વારા અંતિમવિધિ માટે સ્મશાનમાં લઇ ગયા અને અંતિમવિધિ કરતા હતા.તે સમયે જ હોસ્પિટલમાં બીપીન પણ મૃત્યુ પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...