તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથાપાઈ:પાટણ શહેરમાં વ્યાજખોરોનો વધુ એક ત્રાસ, વ્યાજે લીધેલી રકમ દીકરો ન ચુકવતા કરજદારે પિતાને માર માર્યો

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આધેડે પાટણ A ડિવિઝન પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

પાટણ શહેરમાં રહેતા ઠક્કર પરિવારના આધેડના મોટા દીકરાએ દરજી પાસે 2 લાખ રૂપિયાની મુડી 5 ટકા વ્યાજે લીધી હતી. જેને તે ચુકવી ન શકતા બન્ને દરજીભાઇઓએ સોમવારે સાંજના સમયે આધેડને ગડદાપાટુનો માર માર્યો હતો. 'રૂપિયા ચુકવી દે નહિત તારા દીકરાને જાનથી મારી નાંખીશું' તેવી ધમકી આપી હોવાની પાટણ A ડિવિઝન પોલીસ મથકે આધેડે ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિમાસ 10 હજાર રૂપિયાનું વ્યાજ આપતા
પાટણ શહેરના જયવીર નગર સોસાયટીમાં રહેતા હરેશ ઠક્કર અને તેમનો મોટા દિકરો રવીકુમાર રેડિમેડ કપડાનો ધંધો ચલાવે છે. જેમા તેમણે 2 વર્ષ અગાઉ તેમની સોસાયટીમાં રહેતા દરજી અશોક પાસેથી 2 લાખ રૂપિયા 5 ટકા વ્યાજે લીધા હતા. તે પરિવાર વાળા પ્રતિમાસ 10 હજાર રૂપિયાનું વ્યાજ સમયસર ચુકવતા હતા. તેમણે અત્યાર સુધી રૂ.1 લાખની મુડી તેમજ માસિક રૂ.10 હજાર વ્યાજ ચુકવેલું હતુ, તેમ છતા તેઓ અવાર નવાર તેમને કોલ કરીને તેમજ રૂબરૂ આવીને વ્યાજની માંગણી કરી હતી.

વ્યાજખોરોએ ધાકધમકી આપી માર માર્યો
તેની સાથે અશોક દરજી તેમના ઘરે આવીને બળજબરી પૂર્વક હરેશ ઠક્કર જોડે તેમના યુકો બેન્કના બ્લેન્ક ચેકમાં સહિ કરાવીને લઇ ગયા હતા. અશોક તેમને અવાર નવાર ધાકધમકી આપતા રહેતા હતા. અશોક અને તેમના ભાઇ મુકેશ બન્ને મળીને હરેશ દરજીને હેરાન કરતા અને કહેતા કે, તારા દિકરાએ લીધેલા રૂપિયા આપી દે તેમ કહીને બન્નેએ ગડદાપાટુનો માર મારી તેમને ઇજાઓ પહોંચાડી હતી. હરેશે આ હનાવ અંગે પાટણ A ડિવિઝન પોલીસ મથકે અશોક દરજી અને મુકેશ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો