વાર્ષિક ઈન્સપેકશન:હારીજ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઈન્સપેકશન કરાયું, પેટ્રોલિંગ વધારવા સૂચના

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ, દ્વારા હારીજ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકશન કરવામાં આવ્યું હતું વાર્ષિક ઈન્સપેકશનની શરૂઆતમાં પોલીસ અધિક્ષકના આગમન સમયે હારીજ પીએસઆઈ આર.કે.પટેલ નાઓ દ્વારા પોલીસ અધિક્ષકને ઈન્સપેકશન પરેડની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ક્રાઈમ રેકર્ડ,વહીવટી કામગીરી,,એકાઉન્ટ લગત કામગીરી, ફિંગરપ્રીન્ટ તથા ઈ ગૂજકોપની ઓનલાઈન કામગીરી ચેક કરવામાં આવી હતી.

પેટ્રોલિંગ વધારવા સૂચના
ત્યારબાદ પોલીસ દરબાર અને લોક દરબાર દ્વારા પોલીસ અને નાગરિકો ની રજૂઆતો પોલીસ અધિક્ષક દ્વારા સાંભળવામાં આવી. લોક દરબારમાં હારીજ તાલુકાના રાજકીય,સહકારી ,વેપારીઓ સહિત ના લોકોએહાજર રહી.પોલીસ ની કામગીરી બાબતે રજૂઆત કરી હતી હારીજ પોલીસ દ્વારા લોકો ની રજૂઆત સાભાળવામાં આવે છે તેમજ ફરિયાદો લઈ તત્કાલ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે. હાજર વેપારીઓ દ્વારા શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, નગરપાલિકા દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા બંધ હોય તેમજ રાત્રે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ રાખવા રજૂઆત કરી હતી. નાગરિકો ની રજૂઆત અનુસંધાને પોલીસ અધિક્ષક દ્વારા હારીજ નગરપાલિકા લગતની કામગીરી માં પીએસઆઈ તરફ પોલીસ સહયોગ આપવા તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સૂચના આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાધનપુર વિભાગના ડી.વાય એસ.પી એચ.કે.વાઘેલા હાજર રહ્યા હતા. હતા.વાર્ષીક ઈન્સપેકશન ના કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ દ્વારા ઈનામ અને પ્રશંશાપત્ર આપી તેમની સારી કામગીરી બિરદાવી હતી

અન્ય સમાચારો પણ છે...