સાધારણ સભા:પાટણમાં પ્રજાપતિ છાત્રાલયમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ, છાત્રાલયની નવી બીલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રાલયની નવી બીલ્ડીંગ બનાવી તેમાં અલગ વિભાગ કરી કન્યા છાત્રાલય બનાવવાનુ નક્કી કરાયું

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં આવેલી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયમાં આજરોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

આ સભામાં ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લીધા હતા. ત્યારબાદ ગત બે વર્ષમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી વર્ષ 2019-20 તેમજ વર્ષ 2020-21ના વાર્ષિક હિસાબો વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. આ સભામાં ખાસ કરીને છાત્રાલયની ભવ્ય નવિન બીલ્ડીંગ બનાવવાનુ તેમજ તેમાં અલગ વિભાગ કરી કન્યા છાત્રાલય બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું.

ઉપસ્થિત મહેમાનો તથા કોરોનાના કપરાકાળમાં ટિફિન સેવામાં સહયોગ આપનાર દાતાઓ અને પત્રકારોનું ફુલ,શાલ અને સન્માનપત્ર આપી સન્માન પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, ઉપપ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, ઓડિટર હરજીભાઈ પ્રજાપતિ નાણા,દલસુખભાઈ જે. પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ વગેરેએ સન્માન કર્યું હતું.

ઉપસ્થિત મહેમાનો મંજીભાઈ આર. પ્રજાપતિ (શિક્ષક) ધધાણા, દશરથભાઈ ડી. પ્રજાપતિ પ્રમુખ આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર, અમરતભાઈ કંબોયાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે હરજીભાઈ પ્રજાપતિ આચાર્ય ગુમડા મસ્જિદ પ્રા.શાળા પાટણ (નાણાવાળા), અમરતભાઈ કંબોયા,ગેમરભાઈ પ્રજાપતિ રોડા,અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવરવા (જય બાબારી ટીમ), ઉમેશભાઈ પ્રજાપતિ નેકારીયા, કનુભાઈ પ્રજાપતિ બનાસ થરા, કાંતિભાઈ પ્રજાપતિ થરા,શિક્ષક ભાવાભાઈ પ્રજાપતિ ધધાણા, પ્રેસરિપોર્ટર ગોવિંદભાઈ પ્રજાપતિ સંખારી,રમેશભાઈ પ્રજાપતિ ઈન્દ્રમાણા,દિનેશભાઈ પ્રજાપતિ ધાનેરા વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન રૂગનાથભાઈ પ્રજાપતિએ કર્યું હતું.તો આભારવિધિ હરજીભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...