તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:લગ્ન માટે દબાણ કરતાં યુવકથી ત્રાસી યુવતીએ ખાન સરોવરમાં પડતું મૂક્યું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપીને ઝડપી પાડી સુજનીપુરની જેલમાં ધકેલી દીધો

પાટણ શહેરના ખાન સરોવરમાં પાંચ માસ અગાઉ મરણ ગયેલ 20 વર્ષની પુત્રીને એક યુવાન લગ્ન માટે દબાણ કરીને હેરાન પરેશાન કરતો હતો. જેથી સગાઇ થઇ ગયેલી યુવતીએ કંટાળીને યુવાનના ત્રાસથી આપઘાત કર્મયો હતો. મૃતકના પિતાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાટણ ખાતે રહેતા ઇમામખાન નથ્થેખાન બલોચ તેમની 20 વર્ષિય પુત્રીએ 30/03/2021ના રોજ પાટણના ખાનસરોવરમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું.

અમોને બાદમાં જાણવા મળેલ કે બલોચ આરિફ અહેમદભાઇ રહે. પાટણ તે લગ્નનું માંગુ લઇને ઇમામખાન ઘરે ગયેલા હતા. પણ તે બેકાર હોઇ સગાઇ કરી ન હતી. બાદમાં દિકરીની સગાઇ સપ્ટેમ્બર 2020માં બીજે કરી હતી. તેનુ મન:દુખ રાખીને અવાર નવાર હેરાન કરતો હતો.

સમગ્ર વાતની જાણ દિકરીના મરણ પછી પાંચ માસે થઇ હતી. આ અંગે ઇમામખાન બલોચે પાટણ પોલીસ મથકમાં બલોચ આરીફ અહેમદભાઇ રહે.પાટણ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઇ હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ વી.જે.પરમાર જણાવ્યું હતું કે આરોપીને ઝડપી પાડીને સુજનીપુર સબ જેલમાં મોકલી આપ્યો છે. આગળની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...