ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટણ જિલ્લાની ત્રણ બેઠક પર કૉંગ્રેસે તેમના ધારાસભ્યનો રિપિટ કર્યા છે. જ્યારે ચાણસ્મા બેઠક પર દિનેશ ઠાકોરને ટિકિટ આપી છે.
ભાજપના બે ઉમેદવારોના નામની જાહેરાત બાકી
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર વર્ષ 2017માં કૉંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. ચારમાંથી ત્રણ બેઠકો કૉંગ્રેસને જ્યારે એક બેઠક ભાજપને મળી હતી.અત્યાર સુધીમાં જિલ્લાની ચાર બેઠકો પર કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. જ્યારે રાધનપુર અને પાટણ બેઠક પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત હજી બાકી છે.
રાધનપુર અને પાટણ બેઠક પર ભાજપમાં ટિકિટની ખેંચતાણ
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા હતી. પરંતુ, પૂર્વ ધારાસભ્યોએ સ્થાનિકને ટિકિટ આપાવની માગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. તો પાટણ બેઠક પર પણ રાજુલ દેસાઈના નામની ચર્ચા શરૂ થતા સ્થાનિક નેતાઓએ સ્થાનિકને જ ટિકિટ આપવાની માગ કરી આજે સૂત્રોચ્ચાર કર્યા હતા.
જિલ્લાની કઈ બેઠક પણ કોણ ઉમેદવાર?
બેઠક | ભાજપના ઉમેદવાર | કૉંગ્રેસના ઉમેદવાર | AAPના ઉમેદવાર |
રાધનપુર | નામ જાહેર થવાનું બાકી | રઘુ દેસાઈ | લાલજી ઠાકોર |
ચાણસ્મા | દિલીપ ઠાકોર | દિનેશ ઠાકોર | વિષ્ણુ પટેલ |
પાટણ | નામ જાહેેર થવાનું બાકી | કિરીટ પટેલ | લાલેશ ઠક્કર |
સિદ્ધપુર | બળવંતસિંહ ઠાકોર | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
ઉમેદવારોના નામની જાહેરાતને કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વધાવી
પાટણ જિલ્લાની પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો રવીવારની રાત્રે જાહેર કરાતા પાટણ શહેર અને જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરી ચારે ઉમેદવારોને વધાવી પાટણ જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠક પર પંજા નો પ્રભાવ બની રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.