અન્નકૂટ:નવા વર્ષે પાટણના વિવિધ મંદિરોમાં અન્નકૂટ ભરાયો, ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા

પાટણએક મહિનો પહેલા
  • શહેરમાં વાહન ચાલકોનો ધસારો વધતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો

પાટણ શહેરમાં બેસતા વર્ષે શહેરની હવેલી મંદિર, જગદીશ મંદિર રામજીમંદિર સહિત મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તો સહિત વૈષ્ણવ સમાજના લોકોએ લીધો હતો. તો શહેરમાં વાહન ચાલકોનો ધસારો વધતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.

શુક્રવારથીથી આરભાયેલા સંવત 2078ના નવા વર્ષ નિમિત્તે હિન્દુ તીર્થ સ્થાનોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. પાટણ શહેરના હવેલી મંદિર, દ્વારકા મંદિર, જગદીશ મંદિર, રામજી મંદિર સહિત લક્ષ્મી મંદિર ખાતે નવા વર્ષના પ્રારંભમાં પ્રભુને અન્નકુટ ધરાવાયો હતો. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તો સહિત વૈષ્ણવોએ લીધો હતો.

શહેરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી લઈ સાંજ સુધી યાત્રિકોની દર્શન માટે અવર જવર જોવા મળી હતી. તો શહેર માં ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થાય હતા.

અન્ય સમાચારો પણ છે...