• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Annakoot Was Filled On The Occasion Of Diwali Manorath Festival At Haveli Temple, Govdhannathji Temple, Gopi Mandir In Patan.

મનોરથ ઉત્સવ:પાટણના હવેલી મંદિર, ગોવધૅનનાથજી મંદિર,ગોપીમંદિર ખાતે દીપાવલી મનોરથ ઉત્સવ નિમિત્તે અન્નકૂટ ભરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈષ્ણવ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ અન્નકૂટ નાં દશૅન કરી ધન્યતા અનુભવી

પાટણના ગોળશેરી સ્થિત આવેલ વૈષ્ણવ સંપ્રદાયનાં શ્રી બાલકૃષ્ણ હવેલી મંદિર દ્વારકાધીશ મંદિર ,રામજી મંદિર અને સોનીવાડોમાં આવેલ ગોપીનાથ મંદિર દીપાવલી મનોરથોનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવેલ બે દિવસીય મનોરથ ઉત્સવનાં બુધવારે બીજા દિવસે મંદિર પરિસર ખાતે અન્નકૂટના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અન્નકુટ મનોરથનાં દર્શન ભક્તજનો માટે બપોર ના 3.00 થી સાંજના 6.00 કલાક સુધી રાખવામાં આવેલ જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.ગોવર્ધનનાથજી મંદિર અને રામજી મંદિરમાં વૈષ્ણવોએ પણ સહપરિવાર અન્નકુટનાં દર્શન કરી જીવ માત્રની મનોકમના પરિપૂર્ણ બને તેવી પ્રાથૅના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...