• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Anger That The Covers Of The Selected Candidates In The Recruitment Of Contractual Staff By The University Were Not Opened For One And A Half Months

માગણી:યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત સ્ટાફની ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોના કવર દોઢ માસથી ખોલવામાં ના આવતા રોષ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 93 કર્મચારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ લીધા બાદ બે કારોબારી પૂર્ણ છતાં નિમણૂક અપાઈ નહિ
  • આગામી 12 સપ્ટેમ્બર ના રોજ કારોબારી બેઠક હોય નામના બંધ કવર ખોલી નિમણૂક આપવા ઉમેદવારોની માંગ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 93 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા બાદ પસંદગી થયેલા ઉમેવારોનાં નામના બંધ કવરમાં છેલ્લા દોઢ માસથી કોઈ કારણોસર કારોબારી કમિટીમાં ખોલવામાં ના આવતા ઉમેદવારો કાગડોળે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી 12 સપ્ટેમ્બર ના રોજ મળનાર કારોબારી બેઠકમાં બંધ કવરો ખોલવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં આવેલા સેલ ફાઈનાન્સ વિભાગોમાં પ્રથમવાર યુ.જી.સી ની સુચના મુજબ કવોલિફાઈડ સ્ટાફ ની કરાર આધારિત ભરતી માટે પગારધોરણ માં 10 થી 20 હજાર સુધીનો પગાર વધારો કરી આસિસ્ટન્ટ પ્રોફેસર થી લઈ લેબ આસિસ્ટન્ટ , એન્જિનિયર , લીગલ ઓફિસર , કોચ ગૃહપતિ જેવી ઉચ્ચ કક્ષાની પોસ્ટ પર ભરતી કરવા માટે જૂન મહિનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જુલાઈ મહિનામાં ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા કરવામાં આવી હતી. એક્સપર્ટ કમિટી દ્વારા ઇન્ટરવ્યૂમાં હાજર રહેલા ઉમેદવારો પૈકી પસંદગી થયેલા ઉમેદવારોના નામ બંધ કવરમાં યુનિવર્સિટીને આપ્યા બાદ વહીવટી ભવનમાં એક નહીં પરંતુ બે બે કારોબારી બેઠક પૂર્ણ થવા છતાં હજુ સુધી આ કવરો કોઈ કારણોસર ખોલવામાં ના આવી રહ્યા હોય ઉમેદવારોમાં યુનિવર્સિટી સામે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ નવીન સત્ર શરૂ થયેલ પણ બે માસથી વધુ નો સમય પૂર્ણ થયો હોય હજુ સુધી કરાર આધારિત સ્ટાફની ભરતીના બંધ કવરો ખોલવામાં ના આવતા પસંદગી થયેલા ઉમેદવારો રાહ જોવા મજબૂર બન્યા છે. ત્યારે આગામી 12 સપ્ટેમ્બર ના રોજ કારોબારી બેઠક યોજાનાર હોય આ બેઠકની અંદર 93 જેટલા કર્મચારીઓના બંધ કવર ખોલી તેમને નિમણૂક આપવામાં આવે તેવી ઉમેદવારોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...