રોષ:પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ વેરિફીકેશન માટે મહિલાનો ચાંદલો ભૂસાવતાં રોષ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણનાં મહિલા પાસપોર્ટ વેરિફીકેશન માટે પોસ્ટ ઓફિસ આવ્યાં હતાં
  • પાટણના​​​​​​​ હિન્દુ સંગઠને પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર આપ્યું

પાટણ શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજદાર પોતાનો પાસપોર્ટના વેરિફિકેશન માટે પાસપોર્ટ ઓફિસે આવ્યા હતા. જ્યાં કર્મચારી દ્વારા અરજદારને કપાળમાં કરેલ તિલક ભૂંસાવતા હિન્દૂ ધર્મનું ચિહ્નન હોઈ ધર્મનું અપમાન કરવામાં આવતા અરજદાર સહિત હિન્દુઓની લાગણીઓ દુભાઈ હોવાની રાવ સાથે બુધવારે હિન્દુ સંગઠનો દ્વારા પોસ્ટ ઓફિસમાં ઘટનાને સખત શબ્દોમાં વખોડી વિરોધ પ્રદર્શન સાથે આવી ઘટના બીજી વારના બને અને કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોસ્ટના સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા આ બાબતે ફરી આવી કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ નહીં બને તે માટે બાહ્યધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...