તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાટણના દ્વારકાનગરીમાં 3 વર્ષથી પીવાનું પૂરતું પાણી ન મળતાં રોષ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઈપ લાઈનમાં ખરાબી થતાં પાણીનું ઓછું પ્રેશર રહે છે
  • પાલિકાના ચીફ ઓફિસર, નગરસેવકો અને વોટર વર્કસના ચેરમેનને રજૂઆત

પાટણ શહેરનાં રાણકી વાવ રોડ પર આવેલ દ્વારીકાનગરી સોસાયટી (ભાગ -1)માં છેલ્લા કેટલાક સમયથી પાણી ઓછા પેશરથી આવતા રહીશોને પૂરતું પાણી ન મળતા પાણી વપરાશ અને પીવા બન્ને માટે પાણીની અછતને લઇ મુશ્કેલીમાં મુકાયા છે.શહેરના રાણકીવાવ રોડ પર સૃષ્ટિવિલા ભાગ -2ની અંદર દ્વારકાનગરી સોસાયટી ભાગ -1ના 52 મકાનમાં વધુ લોકો વસવાટ કરે છે. અને છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટી ખાતે પાઇપ લાઈનમાં ખરાબીના કારણે પાણી ખુબ ધીમા પેશરથી આવતા રહીશોને ઘરોમાં પૂરતું પાણી પહોંચતું જ નથી.

જેથી પાણીની સર્જાતી સમસ્યાને લઇ રહીશો દ્વારા અવાર નવાર નગરપાલિકાનાં સતાધીશો સહિત વોટર વર્કસ શાખાના સુપરવાઈઝર કમલેશભાઈ ભાવસાર અને ચીફ ઓફિસર પાચાભાઈ માળી , કોર્પોરેટરો તમામ લોકો સમક્ષ પોતાની સમસ્યાના નિરાકરણ માટે રજુઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા આજદિન સુધી કર્મચારીઓ મોકલી તપાસ પણ કરાવામાં આવેલ નથી.વિસ્તારના રહીશો ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી પીડાતા પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સોસાયટીમના રહિશોએ જણાવ્યું છે કે પાલિકા દ્વારા પુરતુ પાણી આપવામાં આવે તો સમસ્યા દુર થાય

અન્ય સમાચારો પણ છે...