પાટણ-ડીસા હાઇવેના વદાણી ગામ નજીક બાલવાસ કિચન હોટેલની પાછળના ખેતરમાં ગાયની હત્યા કર્યાના અવશેષ મળી આવ્યા હતા. જેના વિરોધમાં ગૌ સેવા સમિતિ વાગડોદ દ્વારા આરોપીઓને કડક કાર્યવાહી કરી સજા કરાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે આગામી 28મીએ વદાણી બંધનું એલાન કરવામાં આવ્યું છે.
પાટણ-ડીસા હાઈવે પર આવેલા વદાણી ગામની નજીક બલવાસ કિચન નોન વેજ હોટેલના પાછળના ખેતરમાં તાજેતરમાં ગૌ માતાની હત્યા કરી હોય તેના અવશેષ મળી આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગૌ ભક્તો દ્વારા વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા ગયેલા જ્યારે પોલીસ દ્વારા જાણવા જોગ લઇ યોગ્ય તપાસની ખાતરી આપી છે.
વાગડોદના ગૌ સેવકો દ્વારા ગૌ હત્યા કરનાર આરોપીઓ વિરોધ ખુન કેસનો ગુનો દાખલ કરી તાત્કાલિક અસરથી સજા કરવામાં આવે એ સાથે કલેક્ટરને રજૂઆત કરાવામાં આવી છે.
ગૌ સેવક કિશન દેસાઈએ જણાવ્યું હતું કે, જે તો જે સ્થળ ઉપર આ ઘટના બની છે, ત્યાં ગૌ સેવકો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે અને આગામી 28મીએ વદાણી સંપૂર્ણપણે બંધ રહે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો નહીં રહે તો બંધ કરાવીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.