વિરોધ પ્રદર્શન:પાટણ શહેરના આનંદ સરોવર ખાતે આંગણવાડી બહેનોએ એકત્રિત થઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરી

પાટણ ખાતે જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની બહેનો દ્વારા લઘુતમ વેતન અથવા વર્ગ ત્રણ કે ચારમાં સમાવેશ કરી તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માંગ સાથે એકત્ર થઈ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પાટણ સહિત જિલ્લાની આંગણવાડી અને તેડાઘર બહેનો કામથી અળગા રહી એક દિવસીય હડતાલ ઉપર ઉતર્યા હતા.

ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
પાટણ આનંદ સરોવર ખાતે સોમવારે આંગણવાડી કર્મચારી સભા ગુજરાતના નેજા હેઠળ શહેર અને જિલ્લામાં આંગણવાડી અને તીડા ઘરમાં ફરજ બજાવતા બહેનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લાંબા સમયથી બહેનો દ્વારા સમાન કામ સમાન વેતનની માંગ સાથે લઘુતમ વેતન દર આપવામાં આવે અથવા સરકારી કર્મચરી વર્ગ ત્રણ કે ચારમાં બહેનોને સમાવેશ કરવામાં આવે અને તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હોવા છતાં સરકાર દ્વારા આજદિન સુધી માંગ સંતોષવામાં ના આવતા આક્રમક સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર સહિત જિલ્લામાં એક દિવસીય હડતાલ ઉપર ઉતરી તમામ બહેનો અળગા રહ્યા હતા. સરકાર દ્વારા સત્વરે તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પ્રમુખ ચંપાબેન પરમાર દ્વારા વિચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...