રજૂઆત:પાટણ જિલ્લાની આંગણવાડી કમૅચારી મહાસંઘ દ્વારા પડતર માંગણીઓ ને લઈને રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કર્યું

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીની મહિલા દ્વારા પોતાની પડતર માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર કાર્યક્રમોની ચિમકી ઉચ્ચારી

પાટણ જીલ્લા આંગણવાડી કર્મચારી મહાસંઘ (BMS) દ્રારા પોતાની પડતર માંગણીઓ ને લઈને મંગળવારના રોજ રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.આ રેલી સહિતના આવેદનપત્ર નાં કાયૅક્રમ માં પાટણ જિલ્લા ની આંગણવાડી નાં મહિલા કાર્યકરો અને તેડાગર બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓએ સિધવાઈ માતાજી નાં મંદિર પરિસર ખાતે એકત્ર થઇ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની પડતર માંગણીઓ સંતોષવાની સરકાર સમક્ષ માંગ સાથે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.

આંગણવાડી મહિલાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જો સરકાર દ્વારા તેઓની માંગ સરકાર દ્વારા ન સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધ નાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હોવાનુ પાટણ જિલ્લા આંગણવાડી કમૅચારી મહાસંઘ(BMS) ના પ્રમુખ દીપિકાબેન રાવલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...