ખેડૂતોને સરળતા:પાટણમાં નવી જાતના બિયારણની નોંધણી માટે વિકસવવામાં આવી રહી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિયારણની નવી જાતની નોંધણી વધુ ઝડપી બનતાં ખેડૂતોને સત્વરે ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવી શકાશે

રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોના સુચારૂ સંચાલન, કામગીરીમાં ઝડપ, સરળતા અને પારદર્શિતા લાવવા લાઈસન્સ, જરૂરી દસ્તાવેજો અને આવશ્યક સેવાઓ સહિતની પ્રક્રિયાનું ડિઝીટલાઈઝેશન કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોને બિયારણની નવી જાત સત્વરે ઉપલબ્ધ બને તે માટે બિયારણ ઉત્પાદક કંપનીએ કરવાની થતી નોંધણી પ્રક્રિયાને ઑનલાઈન કરવામાં આવી રહી છે. ઑનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઉત્પાદક કંપનીઓ પાસેથી પાકની જાત, તેના ગુણધર્મ, તેના ઉત્પાદન સબંધી આંકડાકીય વિગતો, રોગ-જીવાત સબંધિત વિગતો તેમજ કંપની પાસેની સંશોધન સુવિધાઓ સહિતની વિગતો મેળવવામાં આવશે.

બિયારણ વાવ્યા બાદ ખેડૂતોની ઉભા પાક સંબંધી ફરિયાદોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકોની સમિતિઓની પણ રચના કરવામાં આવેલી છે. સાથે જ જિલ્લામાં વેચાતી બીટી કપાસની સંશોધિત જાતોના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા નમૂના લેવામાં આવે છે અને તેની ચકાસણી ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે.

રાજ્યના ખેડુતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે વાર્ષિક સરેરાશ 06 હજારથી વધુ બિયારણના નમુના તેમજ જનીનીક શુધ્ધતા ચકાસવા માટે પણ બિયારણના નમુના લેવામાં આવે છે. ચકાસણીના બિનપ્રમાણિત થનાર જાતો સામે બિયારણ અધિનિયમ 1966 અને બિયારણ કંટ્રોલ ઓર્ડર 1983 હેઠળ કાયદેસરના પગલાં પણ લેવામાં આવે છે.

આ ઉપરાંત બીટી કપાસ બિયારણ વેચતી કંપનીઓ દ્વારા પોતાના બિયારણની નવી જાતના નમુના નિયત ફી ભરી ચકાસવા ગાંધીનગર ખાતેની બીજ ચકાસણી પ્રયોગશાળામાં આપવામાં આવે છે, તેથી બીટી કપાસની ચકાસણી થતી નથી તે વાત તદ્દન વાહીયાત અને ઉપજાવી કાઢેલી છે તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...