તપાસ:બીડીના તણખાથી ગોદળું સળગતાંં શેરપુર (વડલી) ગામના વૃદ્ધનું મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે બીડી પતાં તણખો ઝરતાં આગ લાગી હતી
  • મૃતકના દિકરાએ અકસ્માતે મોતની નોંધ કરાવી

પાટણ તાલુકાના શેરપુરા (વડલી) ગામે વૃદ્ધ ગોદળામાં બીડી પીતા હતા ત્યારે અચાનક તણખલું પડતાં આગમાં દાઝી જતાં મોત થયુ હતુ. આ અંગે પાટણ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.પાટણ તાલુકાના શેરપુરા (વડલી) ગામે રહેતા ઠાકોર બદસંગજી મોહનજી છેલ્લા સાતેક વર્ષથી મગજનો લકવો પડેલ હોઈ માનસિક સ્થિતિ સારી રહેતી નથી.

જેઓ બુધવારે રાત્રે સુતા હતા તે વખતે ગોદરામાં બેઠાબેઠા બીડી પીતા હતા ત્યારે અચાનક બીડીનું તણખલું ગોદડામાં પડતાં તે વાતનું ધ્યાન ના રહેતા થોડીક વારમાં આખા ગોદળામાં આગ ભભૂકતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેના કારણે તેઓનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ અંગે મૃતક ઠાકોર બદસંગજી મોહનજીના દીકરાએ પાટણ તાલુકા પોલીસ મથકે નિવેદન આપતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરતાં ઈન્ચાર્જ પી.આઈ કે.બી. દેસાઈએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...