તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાટણ પાસે હારિજ ત્રણ રસ્તા પર રિક્ષા પલટતાં વૃદ્વનું મોત

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિક્ષા વચ્ચે બાળક આવતા ચાલકે બ્રેક મારતાં અકસ્માત

પાટણ નજીક હારિજ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી રિક્ષા વચ્ચે બાળક દોડી આવતા તેને બચાવવા રિક્ષા ચાલકે બ્રેક મારતા રીક્ષા ઝાડ સાથે ટકરાઇ હતી તેમાં 82 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતુ. જામનગર તાલુકાના લાખાબાવળગામે રહેતા 82 વર્ષિય અર્જુનભાઇ અમરતભાઇ વાઘેલા કલર કામ પુરુ કરી વિરમગામથી લાખણી મુકામે લક્ષ્મણસિંહ ભીખસિંહ ભાટીની રિક્ષા (જીજે 08 એવી) 4324 માં બેસી કલર કામનો સામાન લઇ પાટણ તરફ આવતા હતા.

પાટણ નજીક હારિજ ત્રણ રસ્તા નજીક હાઇવે પર અચાનક બાળક દોડતુ આવતા રિક્ષા ચાલકે બ્રેક મારતા લીમડાના ઝાડ સાથે અથડાઇને પલડતાં વૃદ્વ અર્જુનભાઇ વાઘેલાને માથાના ભાગે ઇજા પહોચતાં 108 દ્વારા સિવિલમાં ખસેડતા ડોકરટ મૃત જાહેર કર્યા હતા. મૃતકના દિકરા મુકેશભાઇ વાઘેલાએ પાટણ એ ડિવિઝન મથકે ભાટી લક્ષ્મણસિંહ ભીખસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...