રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે ખેતરમાંથી ચાર લઈને આવી રહેલી મહિલા ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે મહિલાનું કમ કમાટી ભર્યું મોત થયું હતું. મેમદાવાદ ગામના 65 વર્ષીય સખીબેન ભારુભાઈ ઠાકોર શુક્રવારે સવારે ખેતરથી ચાર લઈને ઘરે આવી રહ્યા હતા તે વખતે મેમદાવાદ ગામ પાસે થી પસાર થતી રાધનપુર થી પાલનપુર જતી રેલવે લાઇન ના પાટા ક્રોસ કરવા જતા માલ ગાડી અડફેટે આવી ગયા હતા.
તેઓ ગાડીની ટક્કર વાગતા ની સાથે નીચે પડી જતા તેમના બે પગ વચ્ચેથી ટ્રેનનું ટાયર ફરી ગયું હતું તેમજ શરીરના અન્ય ભાગોએ પણ ઈજાઓ થઈ હતી ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત થયું હતું. રાધનપુર હોસ્પિટલ ખાતે તેમનું પીએમ કરવામાં આવ્યું હતું આ અંગે રમેશભાઈ ભારુભાઈ ઠાકોર ની ખબર આધારે રાધનપુર પોલીસ મથકે અકસ્માત નોંધ કરવામાં આવી હતી.
આ ઘટનાની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ એ જણાવ્યું હતું ક મેમદાવાદ ગામ પાસેથી બે રેલ્વે લાઈન પસાર થાય છે એક રેલ્વે લાઈન પરથી ટ્રેન પસાર થઈ જતા સખીબેન ઠાકોર રેલવે પાટા ઓળંગવાનો પ્રયાસ કરતા હતા ત્યાં બીજી રેલ્વે લાઈન પરથી ટ્રેન પસાર થતાં તેઓ અડફેટે આવી જતા ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.