તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે ડમ્પર નીચે કચડાઇ જતા એક વૃદ્ધા અને તેના ભત્રીજાનુ મોત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સિદ્ધપુરમાં સોમવારે સવારના સુમારે એક રેતી ભરવાના ડમ્પરની અડફેટે આવી જતા વૃદ્ધ માજીનું મોત થયું હતું. જ્યારે તેમના ભત્રીજાને વધુ ઇજા થતાં ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે સિદ્ધપુરની કાકોશી ચોકડી પર સવારે અગિયાર વાગ્યાના સુમારે ભુણાવ ગામના રહેવાસી ભિક્ષા વૃત્તિ કરી જીવન જીવતા વૃદ્ધા હીરાબેન ગણપતભાઇ પટણી તથા તેમના ભત્રીજા મેલા ભાઈ સોમાભાઈ પટણી ઉંમર વીસ સાથે કાકોશી ચાર રસ્તા ઉપરથી આનંદ હોટલ તરફ જતા હતા તે દરમિયાન ત્યાં ઉભેલ ડમ્પર નંબર જીજે જીરો 8 વાય 95 61 ના ચાલકે ગફલતભરી રીતે રિવર્સ ગેર માં ડમ્પર ચલાવતા પાછળના ભાગે ડમ્પર ના પૈડા નીચે વૃદ્ધા તેમજ તેનો ભત્રીજો આવી જતા વૃદ્ધા હીરાબેન ગણેશભાઈ ઉ, 77નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું

તેમના ભત્રીજા મેલાભાઈ સોમાભાઈ ઉં 20 ને વધુ ઈજાઓ થતાં પ્રથમ સિદ્ધપુર સિવીલમાં પ્રાથમિક સારવાર આપી તરત જ ધારપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડી સાંજે તેનું પણ મોત નીપજ્યું હતું. આ અંગે સિદ્ધપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...