ફરિયાદ:હારિજમાં બે પરિવાર વચ્ચે જુની અદાવતમાં મારામારી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજ પોલીસ મથકે 6 વિરુદ્ધ સામસામે ફરિયાદ

હારિજના રાજેશભાઇ પુનાભાઇ રાવળ તેમના રાવળવાસ વિસ્તારમાં સોમવારે સવારે ઉભા હતા આ દરમ્યાન ર શખ્સો આવીને કહેવા લાગ્યા હતા કે તારો ભાઇ અમારી દીકરીને ભગાડી લઇ ગયો છે અને તમને હારિજમાં આવવાની ના પાડી છે તેમ કહી અપશબ્દો બોલી ઇંટ મારી ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્તે હારિજ પોલીસ મથકે ચાર શખ્સ જેમાં રાવળ સજનબેન સંજયભાઇ, રાવળ જશીબેન દશરથભાઇ, રાવળ સોનલબેન અમરતભાઇ અને રાવળ સંજયભાઇ મનુભાઇ રહે .હારિજ સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે હારિજ ખાતે રહેતા જસીબેન દશરથભાઇ રાવળ તેમના પરિવાર સાથે સોમવારે ઉભા હતા તે દરમ્યાન બે શખ્સો આવીને કહયું હતુ કે હારિજમાં રહેવાની ના કેમ કહો છો તેમ કહીને અપશબ્દો બોલી ધકકો મારી પથ્થર મારી ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્તે રાવળ પુનાભાઇ રાયચંદભાઇ અને રાવળ હીરાબેન પુનાભાઇ રહે. હારિજ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...