તપાસ:પાટણમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં બીયુ પરમિશન અંગેની તપાસ શરૂ કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટના હુકમના પગલે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાલિકાને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં તપાસ કરવા આદેશ કરાયો

પાટણ શહેરમાં તમામ હાઈરાઈઝ બિલ્ડિંગો પાસે બીયુ પરમિશન છે કે નહીં તેની તપાસ કરવા અને ન હોય તે બિલ્ડીંગ શીલ કરવા રાજ્ય સરકારના આદેશ અનુસાર નગરપાલિકા દ્વારા પ્રાથમિક તબક્કે તૈયારી હાથ ધરી છે એકાદ સપ્તાહમાં તપાસ શરૂ કરાશે.

તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં તમામ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં બિલ્ડીંગ યુઝ પરમિશન ચકાસણી કરવા માટે આદેશ કર્યો છે જેના પગલે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરની કચેરી દ્વારા પાટણ પાલિકાને પણ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગોના તપાસ કરવા માટે પરિપત્ર કર્યો છે. જેમાં બિલ્ડીંગોની બાંધકામ અંગેની કાયદેસરની તપાસ કરાવી અહેવાલ મંગાવ્યો છે.

પાલિકા દ્વારા કાયદેસર બિલ્ડીંગ કેટલા છે, ઇમ્પેક્ટ ફી ભરીને કેટલા બિલ્ડીંગ કાયદેસર થયા છે તેમજ ગેરકાયદેસર બિલ્ડીંગ કેટલા તેની તારવણી કરાશે. ગેરકાયદેસર બિલ્ડિંગોને સીલ કરવા સુધીની સૂચના આપી છે. મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર દ્વારા સૂચના મળતા આગામી એકાદ સપ્તાહ બાદ બિલ્ડીંગોની તપાસણી શરૂ કરાશે તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...