તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવારે ચૂંટણી તંત્ર દ્વારા પાટણ જિલ્લા તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીની જાહેરાત કરી હતી જેમાં કુલ 858897 મતદારોનો સમાવેશ થયો હતો મંગળવારે આખરી મતદાર યાદીની જાહેરાત થઈ હતી જેમાં 886610 મતદારોનો સમાવેશ થાય છે એટલે કે કુલ 27713 મતદારોનો વધારો થયો છે. પ્રાથમિક મતદાર યાદીમાં પુરુષ મતદારો 446795 હતા આખરી મતદાર યાદીમાં 461886 પુરુષ મતદારો થયા છે
એટલે 15091 પુરુષ મતદારો વધારો થયો છે જ્યારે પ્રાથમિક મતદારયાદીમાં સ્ત્રી મતદારો 412097 હતા આખરી મતદાર યાદીમાં 424720 થયા છે એટલે 12623 સ્ત્રી મતદારોનો વધારો થયો છે. જેમાં સિદ્ધપુર તાલુકામાં 3371, સરસ્વતી તાલુકામાં 5001, પાટણ તાલુકામાં 3287, ચાણસ્મા તાલુકામાં 2334, હારિજ તાલુકામાં 2362, સમી તાલુકામાં 2636, શંખેશ્વર તાલુકામાં 1642, રાધનપુર તાલુકામાં 2901, સાંતલપુર તાલુકામાં 4179 મતદારોનો વધારો થયો છે.
મતદારોના આંકડા | |||
તાલુકો | પુરુષ | સ્ત્રી | કુલ |
સરસ્વતી | 75567 | 68220 | 143787 |
સિધ્ધપુર | 68156 | 64188 | 132344 |
પાટણ | 56233 | 52150 | 108383 |
ચાણસ્મા | 51558 | 48201 | 99759 |
હારીજ | 37105 | 33239 | 70345 |
સમી | 48058 | 44073 | 92131 |
શંખેશ્વર | 29724 | 27086 | 56810 |
રાધનપુર | 44835 | 41839 | 86675 |
સાંતલપુર | 50650 | 45724 | 96376 |
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.