ભારતના યુગપુરુષ, ભારતરત્ન અને બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડો.બાબાસાહેબ આંબેડકર ચેર વિભાગ દ્વારા બાબાસાહેબના જીવનકવનોના પુસ્તકનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.ડબલ્યુ વિભાગમાં ડો.બાબાસાહેબ આંબેડકર ચેરવિભાગ દ્વારા આયોજીત આંબેડકરજીની 131મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તેમના જીવનચરિત્ર ઉપર પ્રકાશિત કરાયેલા 200 થી વધુ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોએ કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરી પુસ્તક પ્રદર્શનને ખુલ્લુ મુકયુ હતું. આ પુસ્તક પ્રદર્શનમાં ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે ઘડેલા ભારતના સંવિધાનના નવીન આવૃત્તિવાળા સંવિધાનના બે પુસ્તકો તેમની ફોટો સ્મૃતિ પાસે પ્રદર્શીત કરવામાં આવ્યા હતા.
ડો.બાબાસાહેબ આંબેડકર ચેર વિભાગ દ્વારા તેમના જીવન ચરિત્રના વિવિધ પુસ્તકોનું વિદ્યાર્થીઓએ વાંચન કરી પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રસંગે એમએસડબલ્યુ વિભાગના કો.ઓર્ડીનેટર લલીતભાઈ પટેલ, કુલપતિ ડો.જે.જે.વોરા, ડી.એમ.પટેલ ઉપસ્થિત રહયા હતા..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.