MBBS ગુણ કૌભાંડનો મામલો:કૌભાંડમાં સંડોવાયેલા 3 છાત્રોની પરીક્ષા લેવા અંગે કારોબારી મળી પણ નિર્ણય ન લેવાયો

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ અભ્યાસના અંતિમ વર્ષમાં હોય પરીક્ષા લેવા માટે યુનિવર્સિટીમાં રજુઆત કરતા નિર્ણય માટે કારોબારી મળી હતી
  • ત્રણેય છાત્રોના રીએસેસમેન્ટ વાળા પ્રથમ વર્ષના પરિણામ રદ કરાયેલા છે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બુધવારે મેડિકલ ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ છાત્રોની ગુરુવારથી શરૂ થનાર પરીક્ષામાં પરીક્ષા લેવામાં આવે કે નહીં તે મામલે નિર્ણય લેવા માટે સ્પેશ્યલ કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં તમામ સભ્યોને એક મતના થતાં અંતે પરીક્ષા લેવા અંગે કોઇપણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેને લઇ હવે આ વિદ્યાર્થીઓ અંતિમ વર્ષની પરીક્ષા આપી શકશે નહીં.

યુનિવર્સિટી કુલપતિના અધ્યક્ષ સ્થાને એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલા ત્રણે મેડિકલના વિદ્યાર્થીઓ અંતિમ વર્ષમાં હોય તેમની પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત અનુસંધાન નિર્ણય લેવા માટે કારોબારી બેઠક મળી હતી.જેમાં વિદ્યાર્થીઓની અરજી વંચાણે મૂકી તમામ સભ્યોએ મેડિકલ કાઉન્સીલના નિયમો તેમજ તજજ્ઞોના અભિપ્રાય પર અભ્યાસ કરી અંતે તમામ સભ્યોનો એક સૂર ન થતા તેમજ જો પરીક્ષા લેવા અંગે મંજૂરી અપાય તો વિરોધ ઉઠવાના ભયથી કારોબારી સમિતિએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે આવેલ અરજી અનુસંધાન કોઈપણ પ્રકારનો નિર્ણય ન લઈ અરજી મામલે નિર્ણય કરવાની બાબત મુલતવી રાખી દીધી હતી.બેઠકમાં અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી હતી.આ બેઠકમાં રજીસ્ટ્રાર ધર્મેન્દ્ર પટેલ, ઇસી સભ્ય શૈલેષ પટેલ ,હરેશ ચૌધરી ,દિલીપ ચૌધરી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

કારોબારી બેઠકમાં યુનિમાં અભ્યાસ કરી વિવિધ નોકરીમાં જોડાતા વિદ્યાર્થીઓની સર્ટીઓ વેરિફિકેશન કરવા માટે વિદ્યાર્થીઓ અથવા કંપની કે એજન્સી ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે યુનિમાં મેઈલ કરી પ્રકિયા કરવી પડે છે.જે હવે તમામ સર્ટી ઓનલાઈન જ વેરિફિકેશન થાય માટે ઓનલાઈન સરકારની વેબસાઈટ પર અપલોડ કરવા માટે એજન્સી રોકી પ્રકિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.પ્રકિયા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓના સર્ટીઓ વેરિફિકેશન થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...