પાટણ શહેરનાં સમાલપાટી વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 2 (નગર રચના યોજના નં. 2)માં ટૂંકમાં પાટણ નગરપાલિકા અને તેનાં દ્વારા નિમવામાં આવનારી એજન્સી દ્વારા અંતિમખંડ (ફાઇનલ પ્લોટ)નાં કબજેદાર માલિકને કબજા લેવડદેવડ સહિતની કાર્યવાહી હાથ ધરાશે. આ માટે એજન્સી નિમવા માટે પાટણ નગરપાલિકાએ ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે રૂ. 16 લાખનો ખર્ચ અંદાજાયો છે. જે ટેન્ડરો આવશે તેમાં જે ટેન્ડરનું લોએસ્ટ પ્રાઇઝવાળું ટેન્ડર હશે તે એજન્સીને ટી.પી. 2ની કામગીરી સોંપાશે.
પાટણ નગર રચના યોજના નં. 2 (સમાલપાટી)ને સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરે તા. 23-12-2021નાં હુકમથી પ્રારંભિક યોજના મંજૂર કરી હતી. તે યોજના સંસ્થાને કબજા લેવડદેવડની નોટિસ આપી અને નોટિસની બજવણી કરી સ્થળ ઉપર કબજેદારને હાજર રાખી કબજો આપવા, તૂટતા બાંધકામોનો લાલરંગથી સ્થળે માર્કિંગ કરાશે. આ ઉપરાંત તુટતા બાંધકામોનાં સ્કેચ સ્કેલ સહિત નગરપાલિકામાં આપશે તથા માર્કિંગ કરેલી જગ્યાનાં ફોટોગ્રાફ જે તે એજન્સી નગરપાલિકામાં રજુ કરશે.
આ તમામ કામગીરી કરવા માટે આ પ્રકારની કામગીરીનાં તજજ્ઞ અને અનુભવી અને પુરતો ટેકનીકલ સ્ટાફ અને સાધન સામગ્રી ધરાવતી એજન્સીઓ પાસેથી ઓનલાઇન પ્રાઇઝ બીડ (ટેન્ડર) મંગાવવાની પ્રક્રિયા પાટણ નગરપાલિકાએ હાથ ધરી છે.આ કામગીરી માટેની કુલ રકમ રૂ 16 લાખ નક્કી કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, પાટણની સમાલપાટીની આ ટી.પી.ટુમાં કુલ 449 અંતિમખંડો આવેલા છે. તેમાં કબજાની લેવડદેવડની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે દરેક કબજેદારને પોતાનો સ્વતંત્ર ફાઇનલ પ્લોટ મળશે. આમ થવાથી આ વિસ્તારનાં વિકાસને ગતિ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.