જાણવણીનો અભાવ:પાટણના મઠવાસ પાસેના ત્રિકોણીયા બગીચામાં ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં હરવા-ફરવાના સ્થળો માટે બનાવવામાં આવેલા પાલિકા હસ્તકના બાગ-બગીચા આજે જાળવણીના અભાવે ઉજજડ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના સુભાષચોક વિસ્તારમાં મઠવાસ સામે આવેલા ત્રિકોણીયા બગીચામાં ગંદકી સર્જાઈ હતી. જેથી લોકોને હાલાકી પડી રહી છે.

પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં મઠવાસ સામે નગરપાલિકા તંત્ર દ્વારા વર્ષો પહેલા ત્રિકોણીયો બાગ નિર્માણ કરવામાં આવ્યો હતો. આ બાગ-બગીચામાં બાળકો તેમજ સાંજના સમયે સીનીયર સીટીજનો આરામની પળો ફરમાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકા તંત્ર દ્વારા આ બાગબગીચાની સારસંભાળ ન લેતા આજે આ બગીચામાં અસહય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

બગીચાની અંદર કચરાના ઢગો તેમજ દુર્ગંધ મારતા પાણીના ખાબોચીયા ભરાઇ રહેતા બગીચામાં આવવુ-જવું મુશ્કેલ બની ગયું છે ત્યારે નગરપાલિકા દ્વારા આ ત્રિકોણીયા બાગની સત્વરે સાફ સફાઇ કરી તેને ફરવાલાયક બનાવવામાં આવે તેવી સ્થાનીક રહીશોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...