ચૂંટણીને લઇને બેઠક:પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજરોજ પાટણ જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટીનાં અધ્યક્ષસ્થાને આયોજીત આ મીટીંગમાં જિલ્લાનાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા ચૂંટણીલક્ષી શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

વિધાનસભા સામાન્ય ચૂંટણી, 2022ની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મતદારયાદી પણ જાહેર થઈ ગઈ છે ત્યારે પાટણ જિલ્લામાં 4 વિધાનસભા બેઠકો પર ચૂંટણીને લઈને નોડલ અધિકારીઓ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે આજરોજ જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા ચૂંટણીની કામગીરી માટે બનાવેલી તમામ સમિતીઓનાં વડાઓની સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કામગીરી બાબતે કલેક્ટર દ્વારા જરુરી સૂચનો પણ કરવામાં આવ્યાં હતા. તમામ વડાઓને દરેક કામગીરીનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવા માટેનું સુચન પણ કરવામાં આવ્યું હતુ.

આજરોજ જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસીંહ રાઠોડ, નાયબ ચૂંટણી અધિકારી ડી.એસ.નિનામા તેમજ વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...