તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:દિયોદરના ધનકવાડાના વૃદ્ધને ગુલિયનબેર સિન્ડ્રોમની બિમારી થતાં સારવાર અપાઈ

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.બી.એસ બીમારીથી દર્દીના શરીરે પેરાલિસિસ થઇ ગયો હતો
  • 13 દિવસ સુધી પ્લાઝમા ફેશીશથી સારવાર આપી સ્વસ્થ થતાં ગુરૂવારે રજા અપાઈ

દિયોદર તાલુકાના ધનકવાડા ગામના 65 વર્ષીય રાહુજી સોનજી વાઘેલાને એકાદ માસ અગાઉ કોરોના થયો હતો. કોરોના બાદ તેમને જીવલેણ ગુલિયોનબેર સિન્ડ્રોમ નામની બીમારી થતાં તેમના આખા શરીરમાં પેરાલીસીસ થઈ ગયો હતો. ચેતાતત્વો પર અસર પણ થઇ હતી. તેમને પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી જાણીતા ફિઝિશિયન ડો. મેહુલ પટેલે સારવાર શરૂ કરી હતી. તેમને અલગ ટેકનોલોજીથી ડાયાલિસિસ મશીનથી 25 જેટલી રક્તની બોટલો ચડાવી તેમના શરીરનુ બ્લડ ચેન્જ કર્યું હતું. 13 દિવસ જેટલો સમય સતત સારવાર આપતા તેઓ સ્વસ્થ થયા છે. હોસ્પિટલમાંથી રજા મળતાં ગુરુવારે તેઓ ઘરે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...