પાટણ તાલુકાનાં સુજનીપુરથી પાટણ તરફનાં રોડ ઉપર આવેલ સી.એન.જી. પંપ પાસે ક્રેટા કારને અકસ્માત નડતાં વૃદ્ધ દંપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પાટણની ધારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફતે ખસેડાયા હતાં. જેમાં 108ના સ્ટાફે દર્દીઓ પાસે રહેલા અંદાજે રૂા. 52 હજારનો મુદ્દામાલ ધારપુર ખાતેનાં પોલીસ સ્ટાફને સુપર્ત કર્યો હતો.
આ બાબતે પાટણની ‘108’ની ટીમનાં જણાવ્યા પ્રમાણેની થરાથી અમદાવાદ જવા માટે દંપતિ પોતાની કાર લઈને નીકળ્યા હતા. ત્યારે પાટણ નજીક સુજનીપુર ગામ પાસેનાં સી.એન.જી. પેટ્રોલપંપ નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ચાલક વિનોદભાઇ ચંદુલાલ શાહ (ઉ.વ.79) અને તેમનાં પત્ની સુશિલાબેન વિનોદભાઇ શાહને ઈજાઓ થઈ હતી. બંનેને 108ના ઇએમટી નિલેશ ચેતવાણી અને પાયલોટ હેમંત પ્રજાપતિ તેમને સલામતિ સાથે એમ્બ્યુલન્સમાં સારવાર આપી પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.
આ બનાવમાં દર્દીઓ પાસે રહેલા અંદાજે રૂા. 52 હજારનો મુદ્દામાલ જેમાં રૂા. 30 હજાર 950 રોકડા તથા રૂા. 20 હજારની કિંમતનાં બે મોબાઇલ તથા કપડાં ભરેલી બેગ અને ચાવીઓ 108નાં ઇએમટી અને પાયલોટે ધારપુર ખાતેનાં પોલીસ સ્ટાફને સુપર્ત કર્યા હતા. આમ પાયલોટ-ઈએમટીએ પોતાની ઇમાનદારી અને માનવતા દર્શાવી હતી. આ મુદ્દામાલ તેમનાં સંબંધીને આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.