તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાધનપુર સમી હાઈવે પર એસટી બસને ઓવરટેક કરતાં ઈકો બાઈકને અથડાઈ

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક સવાર ગઢા અને ઝંડાલના યુવાનને ઈજા

રાધનપુર સમી હાઈવે પર રાપરીયા હનુમાન મંદિર પાસે ઇકકો ગાડી એસટી બસને ઓવરટેક કરવા જતા બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર સાંતલપુરના ગઢા અને ઝંડાલા ગામના બે વ્યક્તિઓને ઇજાઓથવા પામી હતી.

રાધનપુર હાઇવે પર રાપરીયા હનુમાન મંદિર નજીકથી સાંતલપુર તાલુકાના ગઢા ગામના મહેશભાઈ સવાભાઈ રબારી તેમનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા તે વખતે સામેથી આવતી ઇકકો ગાડીએ બાઇકને ટક્કર મારતાં મહેશભાઈ રબારીને માથાના ભાગે અને તેમની સાથેના ઝંડાલા ગામના રાભાભાઇ રામાભાઇ રબારીને કપાળના ભાગે ગળામાં અને છાતીના ભાગે ઇજાઓ થવા પામી હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ અંગે રાધનપુર પોલીસ મથકે મહેશભાઈ રબારીએ ઈકકોના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...