તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • An Application Was Submitted To The Patan Collector To Remove The Section 307 Which Was Wrongly Imposed On Your Young Leader

રજૂઆત:આપના યુવા નેતા પર ખોટી રીતે લગાવવામાં આવેલી 307ની કલમને દૂર કરવા પાટણ કલેકટરને આવેદન અપાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન અધિકાર મંચ પાટણ દ્વારા આપ પાર્ટીનાં નેજા હેઠળ આંદોલનની ચીમકી અપાઈ

જન અધિકાર મંચ પાટણ ટીમ દ્વારા શનિવારે આપ ના નેજા હેઠળ પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી આપ નાં યુવા નેતા પ્રવીણ રામ પર ખોટી રીતે લગાવવામાં આવેલ 307 ની કલમ દૂર કરવામાં નહિ આવે તો આંદોલન ની ચીમકી આપી હતી.

તાજેતરમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપ પાર્ટી નાં યુવા નેતા સામે 307 ની કલમ લગાવવામાં આવી છે અને ફરિયાદમાં કારણ એવું બતાવવામાં આવ્યું કે આપ નાં યુવા નેતા એ ગાડીમાંથી ઉતરી હથિયાર વડે હુમલો કર્યો અને પછી ગાડી ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો પરંતુ હકીકતમાં ઇસુદાનભાઈ ગઢવી , મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામ પ્રવાસે હતા ત્યારે અમુક ગુંડાતત્વોએ પ્રવીણભાઈ , મહેશભાઈ અને ઇસુદાનભાઈ ઉપર લોખંડના પાઇપ અને અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારે આ આગેવાનમાંથી એક પણ આગેવાન ગાડીમાંથી નીચે ઊતર્યો નથી , અને સામે વાળા વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિને ગંભીર ઈજા નથી છતાં પણ પ્રવીણભાઈ રામ ઉપર ખોટી રીતે 307 ની કલમ લગાડવામાં આવી છે તે તાત્કાલિક દુર કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન ની ચિમકી જન અધિકાર મંચ અને આમ આદમી પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તા દ્વારા ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...