• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • An Accident Between A Rickshaw And An Eco Car Near Punasan Bus Station In Siddapur, 6 Passengers In The Rickshaw Were Injured.

ઓટો રિક્ષાની પલટી:સિદ્ધપુરના પુનાસણ બસસ્ટેશન પાસે રિક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 6 મુસાફરો ઈજાગ્રસ્ત

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર પાટણ હાઈવે ઉપર આવેલા પુનાસણ બસ સ્ટેશન નજીક રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં સવાર છ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના એક પરિવારના લોકો પોતાના સંબંધીને ત્યાં લોકાચાર માટે ગયા હતા જ્યાંથી પરત કનેસરા તરફ આવી રહ્યા હતા ત્યારે પુનાસણ ગામના બસ સ્ટેશન પાસે અચાનક એક ઈકો કાર વચ્ચે ઘૂસી જતાં રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને રિક્ષા હાઈવે ઉપર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી

જેથી ઘટનાસ્થળે હાજર લોકોમાંથી જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.