તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • An Abandoned Newborn Baby Was Found Early In The Morning In Malsund Village Of Harij Taluka, Died Before Receiving Treatment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવજાતનું મોત:હારીજ તાલુકાના માલસુંદ ગામમાં વહેલી સવારે ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું, સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવજાત જન્મેલા બાળકને વસ્ત્રો પહેરાવ્યા વગર જ અજાણ્યો શખ્સ ત્યજીને ફરાર

અત્યારના સમયમાં માનવતા મરીપરવારી હોય તેવું જ જણાય રહ્યું છે. હારીજ તાલુકાના માલસુંદ ગામમાં વહેલી સવારે ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને અજાણ્યા શખ્સે પરમાર સુરેશના મકાન માલિકના ઘરમાં વસ્ત્રો પહેરાવ્યા વગર જ મુકીને નાસી ગયો હતો. મકાન માલિકને બાળક મળતા તેમણે તાત્કાલિક આસપાસના લોકો અને 108ને જાણ કરી દીધી હતી. આવી કડકડતી ઠંડીમાં બાળકનું સ્વાસ્થ્ય કથળેલું હોવાથી તેને આશા વર્કરો અને 108 દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતુ, પરંતુ રસ્તામાં જ નવજાત શિશુંનું મૃત્યું નિપજ્યું હતું. ગ્રામજનોના અથાક શોધવાના પ્રયાસ બાદ પણ તેને ત્યજી દેનારી માતા કોણ છે તે જાણવા મળ્યું ન હતું, જેના પરિણામે લોકોમાં ભારે આક્રોશ પ્રસરી જવા પામ્યો હતો.

જનેતાએ નવજાતને મરવા અવાવરૂ મકાનમાં ફેંકી દીધો, આશાવર્કરોએ દૂધ પીવડાવીને બચાવવા પ્રયાસ કર્યો, અવાવરૂ મકાનમાં ફેંકી દેવાયેલા માસૂમ બાળકને બચાવવા આશાવર્કરો સહિત લોકોએ અથાગ પ્રયત્નો કરી સારવાર અર્થે ખસેડ્યું છતાં બચાવી શકાયું ન હતુ.
જનેતાએ નવજાતને મરવા અવાવરૂ મકાનમાં ફેંકી દીધો, આશાવર્કરોએ દૂધ પીવડાવીને બચાવવા પ્રયાસ કર્યો, અવાવરૂ મકાનમાં ફેંકી દેવાયેલા માસૂમ બાળકને બચાવવા આશાવર્કરો સહિત લોકોએ અથાગ પ્રયત્નો કરી સારવાર અર્થે ખસેડ્યું છતાં બચાવી શકાયું ન હતુ.

બાળકને ત્યજીને અજાણ્યો શખ્સ ફરાર હારીજના માલસુંદ ગામમાં આવેલા પરમાર વાસમાં આશાપુરા મંદિર નજીક સુરેશનું મકાન આવેલું છે. તેમનો પરિવાર ખેતરમાં રહેતો હોવાથી આ મકાન બંધ હાલતમાં હતું. બુધવારે વહેલી સવારમાં કોઈને જાણ ન થાય એ રીતે કોઈક અજાણ્યા શખ્સે એક નવજાત જન્મેલા બાળકને વસ્ત્રો પણ પહેરાવ્યા વગર ઉઘાડું જમીન પર ફેંકી દીધુ હતુ અને ત્યાંથી નાસી ગયો હતો. સવારે 9 વાગે જ્યારે મકાન માલિક પોતાના ઘરની સાફ સફાઈ માટે આવ્યા ત્યારે તેમને ઘરમાં અર્ધમૃત હાલતની અંદર આ બાળક મળ્યુ હતું.

ડૉક્ટર દ્વારા સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું તેમણે નવજાતને બચાવવા માટે તાત્કાલિક આસપાસની મહિલાઓ અને લોકોને જાણ કરી દીધી હતી. આ વાતની જાણ થતા ગામની આશાબહેન અને 108 ને સારવાર માટે સ્થાનિકોએ જાણ કરી દીધી હતી. 108એ ઘટના સ્થળે પર પહોંચીને બાળકને બચાવવા માટે પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ બાળક રડતું હાવાથી તેને વધુ સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માટે નીકળ્યા હતા. સિવિલમાં એચ.એન.સી.યુ સેન્ટરમાં નવજાતને લાવતા ડૉક્ટર દ્વારા નિદાન કરતા બાળકનું મૃત્યું થઇ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. જેના કારણે સાથે આવેલા ગ્રામજનોમાં અને આસપાની લોકોમાં નવજાતને લઇ દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી અને તેની સાથે બાળકને ત્યજી દેનારા માતા સામે લોકોએ ફિટકાર પણ વરસાવ્યો હતો.

રહીશ પરમાર ખેમાભાઈ એ જણાવ્યુ કે, જન્મજાતની પાંસળી પણ કાપેલી ન હતી ઠંડીમાં બાળક જન્મેલું હોય તેની સાફ સફાઈ પણ કરેલી ન હતી.અને જન્મજાતની પાંસળી પણ કાપેલી ન હતી.તેવી હાલતમાં વસ્ત્રો વગરનું માસુમ બાળક ધૂળમાં જમીન પર તળિયે દયનિય હાલતમાં પડેલું મેં જોયું મોઢામાંથી હે રામ શબ્દ સાથે મેં બાજુના લોકોને બૂમો પાડીને બોલાવ્યા હતા.ત્યારે બાળક જીવતું હતું.આવી હાલતમાં બાળકને ફેંકવા જે પણ માણસ મુકવા આવ્યો હશે તેનું હદય કેવી રીતે માન્યું છે.મને તો જોઈ ન શકાતું હતુ. લાગે છે. > પરમાર ખેમાભાઈ, રહીશ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો