તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:અમૃતમ યોજનાની મુખ્ય એજન્સીએ પાટણ જિલ્લાના તમામ 9 ઓપરેટરોને છુટા કરતા કેલેક્ટર કચેરીમાં રજૂઆત કરાઇ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં માં અમૃતમ કાર્ડ કાઢતા ઓપરેટરોને એજન્સી દ્વારા એકાએક છૂટા કરતા કામગરી બંધ

રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે ગરીબ પરિવારો માટે વર્ષ 2012માં અમૃતમ યોજના અને માં વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી મધ્યમ વર્ગના મોટાભાગના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઘણી રાહત મળતી હતી. જેમાં અમૃતમ યોજનાની મુખ્ય એજન્સીએ પાટણ જિલ્લાના તમામ 9 ઓપરેટરોને છુટા કરતા કેલેક્ટર કચેરીમાં રજૂઆત કરાઇ છે.

કોરોનાની મહામારીમાં તમામ ઓપરેટરો બેકાર બન્યા
સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં માં અમૃતમ કાર્ડ કાઢતા ઓપરેટરોને એજન્સી દ્વારા એકાએક છૂટા કરી દેવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણ જિલ્લામાં આવેલા 9 તાલુકાઓમાં માં અમૃતમ કાર્ડ યોજના ચાલુ છે. અને તમામ તાલુકાઓમાં એટીવીટી સેન્ટરમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી પર ચાલુ છે. ત્યારે માં અમૃતમ યોજનાની મુખ્ય એજન્સીએ પાટણ જિલ્લાના તમામ 9 ઓપરેટરોને એજન્સીએ ટેલીફોનિક જાણ કરી કામમાંથી છુટા કરી દેતા કોરોનાની મહામારીમાં તમામ ઓપરેટરો બેકાર બન્યા છે. અને તેમની રોજી છીનવાઇ જતા તમામની હાલત કફોડી બની છે.

હાલ માં અમૃતમ યોજનાની કામગીરી ઠપ થઈ ગઈ
જેને લઇને આ તમામ ઓપરેટરોએ પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરી છે. જેમાં ઓપરેટર મુકેશ ચૌહાણે જણાવ્યું હતું કે વર્ષ 2012થી અમે આ યોજના સાથે જોડાયેલા છીએ. પરંતુ ગત મોડીરાત્રે ટેલિફોનિક જાણકારી આપી તમામ ઓપરેટરોને છુટા કરી દેવામાં આવ્યા છે. જેને લઇને હાલ માં અમૃતમ યોજનાની કામગીરી ઠપ થઈ ગઈ છે. અને અરજદારોને પણ ભલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...