પાટણ જિલ્લામાં વિધાનસભાની 4 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ચારેય બેઠકના ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પાટણના આપના ઉમેદવાર પૈકી સિદ્ધપુરના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત સૌથી વધુ 1 અબજ 89 કરોડ સંપત્તિ ધરાવતાં અબજપતિ ઉમેદવાર છે.
જોકે, તેઓ 1.39 કરોડની લોન જવાબદારી પણ ધરાવે છે. જ્યારે એકમાત્ર ઉમેદવાર રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી લખપતિ ઉમેદવાર છે. બાકીના સાત ચહેરા કરોડપતિ છે. જિલ્લામાં સૌથી વધુ સંપત્તિમાં બીજા નંબરે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈનો નંબર આવે છે, તેઓ પાસે 91 કરોડની બધી મળીને સંપત્તિ છે.
પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર | ||
ડો.કિરીટભાઈ ચિમનલાલ પટેલ | ડો.રાજુલબેન દેસાઈ | લાલેશભાઈ દલપતરામ ઠક્કર |
પક્ષ: કોગ્રેસ | પક્ષ: ભાજપ | પક્ષ: આપ |
મિલકત: 2,74,53,313 | મિલકત: 1,21,49,076 | મિલકત: 1,16,03,049 |
આવક: 14,44,640 | આવક: 31,13,860 | આવક: 5,09,690 |
જવેરાત: સોનું 21 ગ્રામ | જવેરાત: સોનું 470 ગ્રામ,5 કિ.ગ્રા ચાદી | જવેરાત: સોનું 2.50 લાખ |
વાહન: | વાહન: ટાટા સફારી, હ્યુન્ડાઈ | વાહન: - |
જવાબદારી: | જવાબદારી: | જવાબદારી: |
ગુનો : છે | ગુનો : નથી | ગુનો : નથી |
સિદ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર | |
ચંદનસિહ ઠાકોર | બલવંતસિહ રાજપૂત |
પક્ષ:કોગ્રેસ | પક્ષ: ભાજપ |
મિલકત: 15,69,28,773 | મિલકત: 1,89,01,83,275 |
આવક: 2975910 | આવક: |
જવેરાત: 20 તોલા સોનું | જવેરાત: સોનું 2828 ગ્રામ, ચાદી 2153 ગ્રામ |
વાહન: વેગેનાર, ઇનોવા, વર્ના | વાહન: - |
જવાબદારી: 9,96,36,728 | જવાબદારી: 1.39 કરોડ |
ગુનો : નથી | ગુનો : નથી |
ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર | |
દિનેશભાઇ આતાજી ઠાકોર | દિલીપભાઈ વિરાજી ઠાકોર |
પક્ષ :કોગ્રેસ | પક્ષ: ભાજપ |
મિલકત: 5,07,98,749 | મિલકત: 1,24,14,965 |
આવક:4,99,250 | આવક:16,62,810 |
જવેરાત:15 તોલા સોનું પત્ની પાસે | જવેરાત: સોનું 20 લાખ |
વાહન: ફોર્ચ્યુનર, બીએમડબલ્યુ | વાહન: બે ગાડી, બે ટ્રેક્ટર |
જવાબદારી: | જવાબદારી: |
ગુનો :નથી | ગુનો : નથી |
રાધનપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર | |
રઘુભાઈ મેરાજભાઈ દેસાઈ | લવિંગજી મૂળજીજી સોલંકી |
પક્ષ:કોગ્રેસ | પક્ષ: ભાજપ |
મિલકત: 91,15,35,943 | મિલકત: 34,50,000 |
આવક:14,98,022 | આવક: |
જવેરાત: 1439 ગ્રામ સોનું | જવેરાત: સોનું 5 તોલા |
વાહન: બલેનો | વાહન: |
જવાબદારી:3,73,696 | જવાબદારી: 6,10,000 |
ગુનો: નથી | ગુનો :નથી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.