આશીર્વાદરૂપ:છેવાડાના ગામડામાં પાણીના પોકાર વચ્ચે ચોરાડના હોલીયા ધરાવતા ગામ બારેમાસ પાણી મેળવે છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકામાં ભર ઉનાળે કચ્છ બ્રાન્ચ કેનાલ માં પાણી બંધ કરાતા પાણીના પોકાર ઉઠયા છે ત્યારે સાંતલપુર તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલા હોલિયા જામવાડા વરણોસરી અને વાવડી સહિત અન્ય ગામોના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.

જિલ્લાના પાણીની સમસ્યાથી ગ્રસ્ત રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વર અને હારિજ તાલુકામાં ખાસ કરીને છેવાડાના સરહદી વિસ્તારોમાં 40 થી 100 ફૂટના નાના રિચાર્જ વેલ જેને દેશી ભાષામાં હોલિયા કહે છે તેણે લોકોની પાણીની સમસ્યા ના માત્ર હલ કરી છે પરંતુ એક અગત્યનું માધ્યમ બની રહ્યા છે જેને પગલે આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ શરૂ કરવા આયોજન થઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં જિલ્લાના છેવાડાના પાંચ તાલુકામાં 2500 વધારે પરિવારો આવા નાના રિચાર્જ વેલ ધરાવે છેરિલાયન્સ ફાઉન્ડેશનના હાલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર નિરપતભાઈના જણાવ્યા મુજબ એક હોલિયાથી ૧૫૦૦થી ૨૦૦૦ ક્યુબિક મીટર પાણી પાંચથી દસ વીઘા જમીનમાં રિચાર્જ થાય છે . શરૂઆતમાં રાધનપુર સાતલપુર ના ગામોમાં હોલિયા બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...