તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:કોરોનાની બીજી લહેર વચ્ચે ધારપુર સિવિલમાં ઉત્તર ગુજરાતના 85 દર્દીનું ડાયાલિસિસ કરાયું

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં પણ મહેસાણા અને બનાસકાંઠાના દર્દીઓની રૂટિન સેવા ચાલુ રખાઈ
  • દર્દીઓને કોરોનાની દસ દિવસની સારવાર દરમિયાન જરૂર પ્રમાણે એક બે ત્રણ કે તેથી વધુ વખત ડાયાલિસિસ કરાયું

ગયા માર્ચ મહિનાથી કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની રહી હતી અને કિડની, ડાયાબિટીસ તેમજ અન્ય ગંભીર રોગો ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટેનો પડકાર ઉભો થયો હતો. જેમાં ધારપુર હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર માટે વેઇટિંગ શરૂ થયું હતું. આવા સંજોગોમાં રૂટિન ડાયાલિસિસ ધરાવતા દર્દીઓને બચાવી લેવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં સેવાઓ આપતા ફિઝિશિયન તબીબોના માર્ગદર્શન હેઠળ ડાયાલિસિસ ટેકનિશિયન સંદીપ વ્યાસ અને હિતેશ પટેલ દ્વારા તમામ 85 દર્દીઓને કાળજીપૂર્વક જરૂરિયાત પ્રમાણે ડાયાલિસિસ કરાવવામાં આવ્યું હતું.

ત્રણ કે તેથી વધુ વખત ડાયાલિસિસ કરાયું : આરએમઓ
હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર હિતેશ ગોસાઈના જણાવ્યા મુજબ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ ડાયાલિસિસની સગવડ કોરોના દર્દીને કરવા માટે ન હતી ત્યારે પાટણ ખાતે ડાયાલીસીસ સેન્ટર વિથ કોરોના યુનિટની સેવાઓ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી. અહીં ઉત્તર ગુજરાતના 85 દર્દીઓને કોરોનાની દસ દિવસની સારવાર દરમિયાન જરૂર પ્રમાણે એક બે ત્રણ કે તેથી વધુ વખત ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...