તર્પણવિધિ:સિદ્ધપુરમાં કાત્યોકના મેળાની અસમંજસ વચ્ચે સરસ્વતી નદીના તટમાં તર્પણવિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પાટણ16 દિવસ પહેલા
  • સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં તર્પણ માટે લોકોનો ભારે ધસારો નદીના પટમાં લોકો શ્રદ્ધાપૂર્વક કરાવી રહ્યા છે

દેવોના મોસાળ એવા સિદ્ધપુરમાં પરંપરાગત રીતે કાત્યોકનો મેળો યોજાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મેળા અંગે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી. જેથી લોકો અસમંજસમાં મૂકાયા છે. મેળાની અસમંજસતા વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિદ્ધપુરની સરસ્વતી નદીના તટમાં તર્પણ વિધિ માટે આવી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું તર્પણ કરી રહ્યા છે.

પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સિદ્ધપુર ખાતે કારતક સુદ પૂર્ણિમાએ સરસ્વતી નદીના પટમાં ભરાતો કાત્યોકનો મેળો ઉત્તર ગુજરાતની વિશેષ ઓળખ ધરાવતો ભાતીગળ મેળો છે. જેમાં લોકો પરંપરાગત આસ્થા અને શ્રદ્ધાને કારણે આવતા હોય છે, પરંતુ ચાલુસાલે ચકડોળ, રાઇડર, મોતનો કૂવો જેવા મેળાના આકર્ષણો ન હોવાથી મેળો ફિક્કો ભાસી રહ્યો છે. જોકે, લોકો તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં નદીના પટમાં ઉમટી રહ્યા છે. સિદ્ધપુરનો આ મેળો લોક બોલીમાં કાત્યોક નો મેળો, શેરડીયો મેળો અને સરામણીયો મેળો તરીકે ઓળખાય છે. ખાસ કરીને કારતક સુદ પાંચમથી પૂનમ સુધી મેળામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાના સ્નેહીજનોની તર્પણ વિધિ માટે સરસ્વતી નદી પટમાં આવતા હોય છે અને અર્પણ તર્પણ સમર્પણના ભાવથી મૃતક સ્નેહીજનોની સરામણ વિધિ કરી ધન્યતા અનુભવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...