એમ્બ્યુલન્સ બંધ હાલતમાં:સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ત્રણ માસથી એમ્બ્યુલન્સ બિનઉપયોગી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલના ડીઝલના બિલનું ચુકવણું નહિ કરાતા એમ્બ્યુલન્સ બંધ હાલતમાં

સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ 3 માસથી બંધ હાલતમાં પડી છે જેના કારણે હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર ખોરવાઈ છે અને ઇમરજન્સી માટે રીફર કરાતા દર્દીઓના સગાઓને દર્દી બહાર રીફર કરવા પ્રાઇવેટ વાહનો માટે રઝળપાટ કરવો પડે છે.

સાંતલપુર રેફરલ હોસ્પિટલના બીલનું ચુકવણું,નાણાંકીય કામગીરી સહિત પહેલા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં થતું હતું. રાધનપુર હોસ્પિટલ મીની સિવિલમાં તબદીલ થતા રાધનપુર બ્લોક સેન્ટર બંધ થયું હતું. જેનો ચાર્જ સમી હોસ્પીટલમાં સોંપ્યો હતો પરંતુ સમી સેન્ટરમાં પણ નંબર આવ્યો નહિ હોવાથી બીલિંગ કામગીરી કામ ચાલુ ધોરણે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં સોંપી હતી પરંતુ છેલ્લા 3 માસથી સાંતલપુર રેફરલ હોસ્પિટલના એકપણ ચુકવણું નહીં કરાતાં હોસ્પિટલના ખર્ચ માટે ફાળવાતી રકમ બંધ થઈ જતાં ડીઝલના બિલો, સહિત બાકી રહેલા બીલોનું ચુકવણું નહિ થતા રેફરલ હોસ્પિટલમાંએમ્બ્યુલન્સમાં ડીઝલ મંગાવવા પણ ફાંફા પડ્યા છે જેના કારણે ડીઝલના આભાવે 3 માસ કરતા વધુ સમયથી મહત્વની સાંતલપુર રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડી છે

હોસ્પિટલ સ્ટાફના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અહીં નેશનલ હાઇવે નજીક તેમજ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીની જ સારવાર મળે છે જેના કારણે અકસ્માતમાં ગંભીર કેસો મોટાભાગે પ્રાથમિક સારવાર કરી આગળ જ રીફર કરવા પડે છે તેમજ ડિલિવરીમાં પણ જો ડીલીવરી સમયે ક્રિટિકલ જેવી પરિસ્થિતિ થાય તો ઇમરજન્સી રીફર કરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...