પોષી પૂનમએ માં આંબાનો પ્રાગટય દિવસ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. માં અંબાના પ્રાગટય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.પાટણ શહેરના છીડિયા દરવાજા પાસે આવેલા અંબાજી માતા ના મંદિરે શુક્રવારે અંબાજી માતાજીના પ્રગટ્ય દિન પોષી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી.
પાટણ શહેરના છીડિયા દરવાજા પાસે આવેલ અંબાજી માતા ના મંદિરે અંબાજી માતાજી ના પ્રગટ્ય દિન પોષી પૂનમ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં મંદિર ગર્ભગ્રહ માં વિવિધ ફાળો નો મનોરથ ભરાયો હતો જેના દર્શન નો લાભ ભવિક ભક્તો એ લીધો હતો.
માતાજીની બીજી આરતી રાત્રે કરવામાં આવશે ત્યાર બાદ માતાજી ના ભક્તો દવરા કે કે કાપી કાપશે.તો મંદિર ગર્ભગ્રહમાં રંગબેરંગી ફૂલોઅને વિવિધ ફાળોનો મનોરથ ભરાયો હતો. તો જેના દર્શન નો લાભ સવાર થીજ ભાવિક ભક્તો લઈ રહ્યા છે માતાજી પ્રગટ્ય દિન ભક્તો ભક્તિસભર રીતે ઉજવણી કરી હતી. જેના દર્શન નો લાભ ભવિક ભક્તોએ લીધો હતો. દિવસ દરમિયાન માતાજીના પ્રગટ્ય દિનના દર્શન ભક્તો કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.