પાટણમાં રહેતા હારીજના પ્રાથમિક શાળાના આચાર્ય નો પરિવાર મહેસાણા થી પરત આવી રહ્યો હતો તે દરમિયાન રણુજ ગામ પાસે ગાડી ઓવરટેક કરવા દરમિયાન ચોકડીમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.જેમા આચાર્ય સહિત પત્ની અને એક બાળકને ઈજા થઈ હતી પરંતુ તેમના નાના ત્રણ વર્ષના બાળકનો અભૂત બચાવ થયો હતો.
ગુરુવારે રાત્રે મહેસાણા તરફથી અલ્ટો કાર લઇ હારીજ ના પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજાપતિ હરેશભાઇ ઉમર 42 તેમના પરિવાર સાથે પાટણ તરફ આવી રહ્યા હતા. ત્યારે સંડેર અને રણુજ વચ્ચે ટ્રક ની ઓવર ટ્રેક કરવા જતા સામે થી એકટીવા આવી જતા ગાડીના સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા અલ્ટો કાર ચોકડી પલ્ટી ખાઇ ગઇ હતી.જેમાં પરિવારના ચાર સભ્યો સવાર હતા.જેમાં પતિ હરેશભાઈ પત્ની જોષના બેન અને બાળક દક્ષ ને ઇજાઓ પહોંચી હતી.
ત્રણ વર્ષની એક નાની બાળકી નો બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે સંડેર 108 અને ધારપુર 108 કોલ મળતા ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ને ધારપુર GMER હોસ્પિટલમાં સારવાર હેઠળ પહોંચાડવામાં આવ્યા હતાં.જેમાં EMT ભાવનાબેન અને પાયલોટ દશરથભાઇ કુભાર તેમજ સંડેર 108 બીજી એમ્બ્યુલન્સ ધારપુર તેના EMT રંગુજી ઝાલા PILOT કાઝીભાઇ ઇલમુદિન દ્વારા તાત્કાલિક ઇજાગસ્તોને પ્રાથમિક સારવાર આપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા કોઈ જાનહાની થવા પામી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.