• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Although The Second Dose Of Vaccine Was Pending In Patan, The Beneficiaries Received Serious Questions After Receiving The Message That Both The Doses Had Been Completed.

વેક્સિનેશન કાર્યવાહી સામે સવાલ:પાટણમાં વેક્સિનનો બીજો ડોઝ બાકી હોવા છતા લાભાર્થીઓને બંને ડોઝ પૂર્ણ ગયાના મેસેજ મળતા ગંભીર સવાલો ઉઠ્યા

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ દ્વારા ટાર્ગેટ પૂર્ણ કરવા ખોટા વેક્સીનેશન ના આંકડા બતાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા

પાટણમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓને બીજો ડોઝ લીધો ના હોવા છતાં પણ આરોગ્ય વિભાગ માંથી ડોઝ લઇ લીધો હોવાનો ટેક્સ મેસેજ મળતાં લાભાર્થીઓ ચોંકી ઊઠયા હતા.શહેરમાં એક મહિલા મૃત્યુ પામી હોવા છતાં રસી લીધી હોવાનો મેસેજ આવતા પરિવારમાં આશ્ચર્ય ઉભું થયું હતું.શહેરમાં 100 ટકા વેક્સીનેશન પૂર્ણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા ખોટા રસીકરણ ના મેસેજ છોડી કામગીરી બતાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા.

પાટણ શહેરમાં પ્રથમ ડોઝ લીધા બાદ વેક્સિનેશન ગાઈડ લાઈન મુજબ સમયાંતરે બીજો ડોઝ લેવાનો હોય છે. શહેરમાં લાભાર્થીઓ બીજો ડોઝ લેવાની સમય અવધિ સમાપ્ત થવાની રાહ જોઈ બેઠા હોય છે.ત્યારે છેલ્લા બે ચાર દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે લાભાર્થીઓને બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં બીજો ડોઝ લઈ લીધો હોય તેમનું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું હોય તેવો આભાર વિધિનો ટેક્સ મેસેજ મોબાઇલમાં પડતા લાભાર્થીઓ આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે. ત્યારે શહેરમાં આવા એક બાદ એક બે જ દિવસમાં જ બનાવ સામે આવ્યા હતાં.જેમાં લાભાર્થીઓને બીજો ડોઝ બાકી છતાં ડોઝ લીધા હોવાના મેસેજ આવતા સોશ્યલ મીડિયામાં આરોગ્ય વિભાગની લાલીયાવાડી અંગે સ્ક્રીનશોટ મૂકી આરોગ્ય વિભાગ પર ખોટી કામગીરી બતાવી રહ્યા હોવાના આક્ષેપ કરતા જોવા મળ્યા હતા.

આરોગ્ય વિભાગે કહ્યું ટેકનિકલ ખામીના કારણે ખોટા મેસેજ ગયા છે તપાસ કરવામાં આવશેતાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગ પરમારે દિવ્યભાસ્કર ને જણાવ્યું હતું કે મોબાઈલ ના આંકડા માં કોઈ ભૂલ હતા ટેકનિકલ ખામીના કારણે લોકોને ખોટા મેસેજ ગયા છે આ બાબતે તપાસ કરવામાં આવશે. કોઈ પ્રકારની ગંભીર ભૂલ થઈ નથી, ફક્ત ટેકનિકલ ખામીના કારણે આવા અપવાદરૂપ કિસ્સાઓ બન્યા છે છતાં પણ આ બાબતે તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...