• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Although The Second Dose Is Pending, The Deceased Woman, 3 Beneficiaries Including The Former President Of Patan Municipality Received A Message.

પાટણમાં આરોગ્ય વિભાગનો છબરડો:બીજો ડોઝ બાકી છતાં મૃતક મહિલા, પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 3 લાભાર્થીને મેસેજ મળતાં ચકચાર

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં ટાર્ગેટ પૂરો કરવા ખોટું વેક્સિનેશન બતાવાવાયાની રાવ ઉઠી

પાટણ શહેરમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓને સમય પૂર્ણ થાય તે પૂર્વે જ બીજો ડોઝ લીધો ના હોવા છતાં પણ આરોગ્ય વિભાગમાંથી ડોઝ લઇ લીધો હોવાનો ટેક્સ મેસેજ મળતાં લાભાર્થીઓ ચોંકી ઊઠયા હતા. તો એક મહિલા મૃત્યુ પામી હોવા છતાં રસી લીધી હોવાનો મેસેજ આવતા પરિવારમાં આશ્ચર્ય ઉભું થયું હતું. શહેરમાં 100 ટકા વેક્સીનેશન પૂર્ણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા ખોટા રસીકરણના મેસેજ છોડી કામગીરી બતાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા.

પાટણ શહેરમાં પ્રથમ ડોઝ લીધા બાદ વેક્સિનેશન ગાઈડ લાઈન મુજબ સમય અંતરે બીજો ડોઝ લેવાનો હોય છે. શહેરમાં લાભાર્થીઓ બીજો ડોઝ લેવાની સમય અવધિ સમાપ્ત થવાની રાહ જોઈ બેઠા હોય છે.ત્યારે છેલ્લા બે ચાર દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે લાભાર્થીઓને બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં બીજો ડોઝ લઈ લીધો હોય તેમનું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું હોય તેવો આભાર વિધિનો ટેક્સ મેસેજ મોબાઇલમાં પડતા લાભાર્થીઓ આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે.

ત્યારે શહેરમાં આવા એક બાદ એક બે જ દિવસમાં જ બનાવ સામે આવ્યા હતાં.જેમાં લાભાર્થીઓને બીજો ડોઝ બાકી છતાં ડોઝ લીધા હોવાના મેસેજ આવતા સોશ્યલ મીડિયામાં આરોગ્ય વિભાગની લાલીયાવાડી અંગે સ્ક્રીન સૉર્ટ મૂકી આરોગ્ય વિભાગ પર ખોટી કામગીરી બતાવી રહ્યા હોવાના આક્ષેપ કરતા જોવા મળ્યા હતા.

મૃતક મહિલાને રસી લીધાનો મેસેજ આવ્યો
શહેરના રહીશ રમાબેન 17-7-2021ના રોજ મૃત્યુ પામેલ છે છતાં તેમના મોબાઈલમાં 8-11-2021ના રોજ રસીનો ડોઝ મળ્યો તેવો મેસેજ આવ્યો હતો. આમ મૃત્યુ પામેલ વ્યક્તિ રસી લેવા આવ્યો હશે કે કેમ તે પણ એક મોટો સવાલ ખડો થયો છે. આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી હોવાનું કોંગ્રેસના સભ્ય દિપક પટેલે જણાવ્યું હતું.

કિસ્સો - 1 : સોલંકી લક્ષ્મીચંદને બીજો ડોઝ લેવાનો બાકી છે છતાં પણ સોમવારે બપોર મોબાઇલમાં રોજ લઇ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો.
કિસ્સો - 2 : કુશ સતીશભાઈએ રસીનો બીજો ડોઝ લીધો નથી છતાં રસીનો ડોઝ બીજો લઇ લીધો હોય તેવો 17 નવેમ્બરના રોજ મેસેજ આવ્યો હતો.
કિસ્સો - 3 : પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ અલકાબેન જયેશભાઈ પટેલને તા.15.11.21. રોજ રસીનો બીજો લઇ લીધો છે તેવો મેસેજ આવ્યો હતો પરંતુ હજુ સુધી રસીનો બીજો ડોઝ લીધેલ નથી.

અન્ય સમાચારો પણ છે...